Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

એરસેલ કેસમાં ચિદમ્બરમ અને કાર્તિને મળેલા જામીન

૩૫૦૦ કરોડ રૂપિયાની ડિલમાં આંશિક રાહત :ચિદમ્બરમને હાલ તિહાર જેલમાં જ રહેવાની ફરજ પડશે

નવીદિલ્હી, તા. ૫ : આઈએનએક્સ મિડિયા કેસમાં ચિદમ્બરમને આજે મોટો ફટકો પડ્યો હતો પરંતુ એરસેલ-મેક્સિસ સોદાબાજી કેસમાં પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને જામીન મળી ગયા છે. ૩૫૦૦ કરોડ રૂપિયાની આ ડિલમાં જામીન મળી ગયા બાદથી ચિદમ્બરમને આંશિક રાહત ચોક્કસપણે મળી છે. જો કે, ઇડી તરફથી ચિદમ્બરમની ધરપકડ કરી લેવામાં આવી છે. ચિદમ્બરમને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આનો મતલબ એ થયો કે, હવે તિહાર જેલમાં જ ચિદમ્બરમની રાત્રિ નિકળશે. બીજી બાજુ ઇડીની આક્રમક કાર્યવાહી શરૂ થઇ ચુકી છે.

        સીબીઆઈ બાદ હવે ચિદમ્બરમ ઇડીના સકંજામાં આવી ગયા છે. તેમની મુશ્કેલી હજુ હળવી થાય તેમ દેખાતી નથી. ચિદમ્બરમ તિહાર જેલમાં જવા માટે ઇચ્છુક ન હતા. આના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.  કપિલ સિબ્બલે કોર્ટમાં તર્કદાર દલીલો કરી હતી. કપિલ સિબ્બલે એમ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી સીબીઆઈની વાત છે ચિદમ્બરમ ન્યાયિક કસ્ટડીમાં કેમ મોકલવાની જરૂર છે. સીબીઆઈ દ્વારા તમામ પ્રશ્નો કરી લેવામાં આવ્યા છે. ચિદમ્બરમના પુત્રની મુશ્કેલી અકબંધ રહી છે.

(7:52 pm IST)