Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

બુરખો પહેરનારી મહિલાઓ લેટર બોકસ જેવી અથવા બેન્ક લૂંટવા જતા લૂંટારૂઓ જેવી લાગે છે

બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસનનું વિવાદાસ્પદ નિવેદન : મારી કેબીનેટ અત્યાર સુધીની સૌથી વિવિધતા ભરી, મોર્ડન બ્રિટનનું પ્રતિનિધિ કરે છેઃ જોનસન

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસનના બુરખા પહેરવા અંગે આપેલ નિવેદનની સોશ્યલ મીડીયામાં ભારે નિંદા થઇ છે.

જોનસને બુરખા પહેરેલ મહિલાઓની બેન્ક લુટારૂઓ કે લેટર બોકસ સાથે તુલના કરી હતી. તેમના આ નિવેદન બાદ વિપક્ષી સાંસદોએ તેની ખુબ જ નિંદા કરી હતી. નિંદાના જવાબમાં જોનસને જણાવેલ કે તેઓ મોર્ડન બ્રિટનનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના આ નિવેદનને રંગભેદી પણ ગણાવાય  રહયું છે. જોનસને આ અંગે કોઇ ખેદ વ્યકત નથી કર્યો.

(4:01 pm IST)