Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી કહે છે....

કાનુનનો ડર હોવો જોઇએઃ ડર ન હોવો સારી બાબત નથીઃ નિયમ કમાવા માટે નથી

નવી દિલ્હી, તા.પઃ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સ્પષ્ટતા કરી દીધી કે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર દંડમાં  ભારે ભરખમ વધારાના નિર્ણયનું પાલન ફરજીયાત કરવા માટે કર્યું છે, નહીં કે સરકારી તિજોરીઓને ભરવાના હેતુથી કર્યો છે. આ મહિનાથી દંડની રકમ ૩૦ ગણા સુધી વધારી દીધી અને સજાના સમયગાળામાં પણ વધારાનો નવો નિયમ લાગૂ કરતા કોહરામ મચાવી દીધો છે. પશ્યિમ બંગાળ, તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશની સાથો સાથ ગુજરાતે પણ વધેલા દરથી દંડ વસૂલવાની ના પાડી દીધી છે.

ગડકરીએ દેશમાં રસ્તા અકસ્માતમાં જ થઇ રહેલ મોતોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દ્યણા બધા લોકો એવા છે જેના માટે કડક દંડ વગર ટ્રાફિક રૂલ કોઇ અગત્યતા ધરાવતું નથી. તેમણે કહ્યું કે દંડ દંડ વધારવાનો નિર્ણય સમજી વિચારીને અને વિભિન્ન પક્ષોની સલાહ લઇને લાગૂ કરાયો છે.

ગડકરીએ કહ્યું કે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના લીધે રસ્તા પર થઇ રહેલા મોતની સંખ્યા ખૂબ વધી છ. દંડમાં કેટલાંય ગણી વૃદ્ઘિનો નિર્ણય વિભિન્ન પક્ષો પાસેથી સલાહ બાદ સામૂહિક રીતે લેવાયો. સરકાર આ દંડથી કમાણી કરવા માંગતી નથી. આ માત્ર ઉલ્લંદ્યનની દ્યટનાઓને રોકવા માટે છે. અત્યાર સુધી ટ્રાફિક નિયમોનું ખૂબ જ ઓછું પાલન થઇ રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે સરકાર દંડની મર્યાદાને વધારવા ઇચ્છુક નથી. અમે ઇચ્છીએ છીએ કે એવો સમય આવે જયાં એક પણ વ્યકિતને દંડ ચૂકવવો ના પડે અને દરેક વ્યકિત કાયદાનું પાલન કરે.

જો કે ૧ સપ્ટેમ્બરના રોજ સંશોધિત મોટર વ્હિકલ એકટ, ૧૯૮૮ લાગૂ થયા બાદથી ભારે ભરખમ દંડના ચાલાન કપાવાની કેટલીય દ્યટનાઓ સામે આવી ચૂકી છે. ગુરૂગ્રામ પોલીસે ગુરૂવારના રોજ એક ટ્રેકટર ટ્રોલી ડ્રાઇવરને કેટલાંય નિયમોના ઉલ્લંદ્યનના આરોપમાં ૫૯૦૦૦ રૂપિયાનું ચાલાન કાપી દીધું. આની પહેલાં ૨ સપ્ટેમ્બરના રોજ ગુરૂગ્રામમાં જ એક સ્કૂટી ચાલક પર વિભિન્ન મામલામાં ૨૩૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેણે એમ કહેતા દંડ ભરવાની ના પાડી દીધી હતી કે તેની સ્કૂટીની કિંમત માત્ર ૧૫૦૦૦ રૂપિયા છે. બુધવારની જ વાત છે જયારે એક ઓટો ડ્રાઇવરને નશાની સ્થિતિમાં ડ્રાઇવ કરવા, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત જરૂરી દસ્તાવેજ ના હોવાના લીધે ૪૭,૫૦૦ રૂપિયાનું ચાલાન કાપી દેવામાં આવ્યું.સંસદે મોટર વ્હિકલ એકટ, ૧૯૮૮માં સંશોધન પ્રસ્તાવને જુલાઇમાં પાસ કર્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વ્હિકલ (અમેંડમેન્ટ) એકટ, ૨૦૧૯નું નોટિફિકેશન રજૂ કર્યું હતું. જો કે તેને ૧ સપ્ટેમ્બરથી લાગૂ કરાયું. એ અલગ વાત છે કે તેલંગાણા અને રાજસ્થાન જેવા રાજયોમાં નવો કાયદો હજુ પણ લાગૂ કરાયો નથી.

(3:57 pm IST)