Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

આઇટી રિફંટની જાણકારી હવે કરદાતાને ઓનલાઇન મળી જશે

વર્ષ ૨૦૧૮ એપ્રિલથી ઓગષ્ટ સુધીમાં ૯૪,૯૦૪ કરોડનું જંગી રકમનું ઇન્કમટેકસ રિફંટ કરદાતાઓને ચુકવાયું હતું

નવી દિલ્હી,તા.૫:ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કર્યા પછી કરદાતાને રિફંડ તેના ખાતાંમાં જ મળી રહે તેવી સુવિધા વિભાગ દ્વારા ઉભી કરવામાં આવી રહી છે. આ અનુસાર હવે જો કોઇ કરદાતાને રિફંડની  જાણકારી માટે ઇન્કમટેકસ કચેરીના ધક્કા ખાવા નહીં જવું પડે તેમને ઘરે બેઠાં જ રિફંટ અંગેની જાણકારી મળી રહેશે.

ઘેરબેઠા જાણકારી મેળવવા માટે કરદાતાએ મોબાઇલ અથવા કમ્પ્યુટરથી(http:tin.nsdl.com/oltas/rifundtatuslogin.html) પર લોગ ઇન કરવાનું રહેશે કરદાતા દ્વારા લોગ ઇન થયા બાદ પોતાનો નંબર લખવાનો રહેશે તેમજ રિટર્ન ભરતી વખતે લોગ ઇન કરવા માટે આપેલો પાસવર્ડ અને નીચે કેપ્ચા કોજ લખ્યા બાદ કિલ્ક કરવાનું રહેશે.

આ પ્રકિયા પૂરી થયા બાદ કરદાતાને રિફંડ અંગેની તમામ જાણકારી મળી રહેશે કેટલી રકમ બાકી છે. તે પણ જાણકારી મળશે. સાથે સાથે નીચેના બોકસમાં રિફંડ ઇન્કમટેકસ દ્વારા રિલીઝ કરી દેવામાં આવ્યું હોય તેવા કિસ્સામાં બેન્કોનો સંપર્ક કરવા જણાવાશે અથવા રિફંડ નહી મળ્યું તેવા કિસ્સામાં કયાં કારણોસર કરદાતાને રિફંડ નથી મળ્યું તેની તમામ જાણકારી આપવામાં આવશે. જો કે આ વેબસાઇટ હાલમાં મેન્ટેનન્સ હેઠળ છે. વર્ષ ૨૦૧૮ એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ૯૪,૯૦૪ કરોડનું જંગી રકમનું ઇન્કમટેકસ રિફંડ કરદાતાઓને ચુકવાયું હતું.

(3:56 pm IST)