Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મહિલા ૭૪ વર્ષની વયે બનશે જોડકા બાળકોની માતા, પતિની ઉંમર ૮૦ વર્ષ

શું ૭૪ વર્ષની ઉંમરમાં કોઇ મહિલા માતા બની શકે ખરી? આ સવાલ જો તમારા મનમાં આવ્યો હોય તો તેનો જવાબ છે હા. કારણ કે આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં આજે ડોકટર એક ૭૪ વર્ષની મહિલાના જોડકા બાળકોની ડિલીવરી કરાવવાનો છે. આ મહિલાનું સિઝેરીયન ઓપરેશન થવાનું છે

નવી દિલ્હી,તા.૫:શું ૭૪ વર્ષની ઉંમરમાં કોઈ મહિલા માતા બની શકે ખરા? આ સવાલ જો તમારા મનમાં આવ્યો હોય તો તેનો જવાબ છે હા. કારણ કે આંધ્ર પ્રદેશના ગુંટુર શહેરમાં આજે ડોકટર એક ૭૪ વર્ષની મહિલાના જોડકા બાળકોની ડિલિવરી કરાવવાના છે. આ મહિલાનું સિઝેરિયન ઓપરેશન થવાનું છે.

૭૪ વર્ષના એર્રામત્ત્।ી મંગમ્માના લગ્ન ૨૨ માર્ચ ૧૯૬૨દ્ગક્ન રોજ એર્રમાટી રાજા રાવ (હવે ૮૦ વર્ષની ઉંમર) સાથે થયા હતાં. આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના નેલલાર્તીપાડુ ગામમાં રહેતા રાજા રાવ અને મંગમ્માને બાળકોની ઈચ્છા હતી પરંતુ આ મામલે તેઓ સૌભાગ્યશાળી નહતાં. આથી તેઓ બાળકનું સપનું લઈને અનેક ડોકટરો, હોસ્પિટલોમાં ગયાં પરંતુ ત્યાં સફળતા ન મળી.

ત્યારબાદ ગત વર્ષ નવેમ્બર ૨૦૧૮માં ગુંટુરના અહલ્યા નર્સિંગ હોમ ગયાં જયાં ડો. શનાકયાલા ઉમાશંકરે આ પડકારને ઝેલ્યો અને તેમની સારવાર કરતા ડો. શનાકયાલા ઉમાશંકરે ઝી મીડિયાને જણાવ્યું કે 'આ મહિલાનું બીપી, શુગર જેવી બીમારીઓનો કોઈ ઈતિહાસ નથી અને જેનેટિક લાઈન ખુબ સારી છે. કાર્ડિયોલોજિસ્ટ, પલ્મોર્લોજિસ્ટ, સહિત અન્ય સ્પેશિયાલિસ્ટ્સ સાથે ઊંડી તપાસ બાદ અમે આગળ વધવાનો નિર્ણય લીધો. તેમને મેનોપોઝ (રજોનિવૃત્ત્િ।)ની અવસ્થા બહુ પહેલા આવી ગયો હતો. પરંતુ આઈવીએફ (ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન)ના માધ્યમથી અમે તેમના પીરિયડ્સ ફકત એક મહિનામાં પાછા લાવ્યાં.'

આ ઉંમરમાં માતા પિતા કેમ બનવા ઈચ્છતા હતાં તે સવાલના જવાબમાં રાજા રાવે કહ્યું કે બાળક ન હોવાના કારણે અમે અમારા ગામમાં મોટા સામાજિક કલંકનો સામનો કર્યો. અમે અમારા લગ્ન બાદથી ટોણા સહન કરી શકતા નહતાં. આથી અમે પૂરેપૂરી કોશિશ કરી પરંતુ હવે અમને આશા છે કે ભગવાન અમને આશીર્વાદ આપશે. કદાચ આ ભારતમાં પહેલીવાર છે કે ૭૪ વર્ષની ઉંમરે એક મહિલા માતા બનવા જઈ રહી છે.

(3:54 pm IST)