Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

કપીલ શર્મા ફેમ કીકૂ શારદાએ વિદેશમાં ઓર્ડર કરી ગરમ ચાઃ આવ્યું ૭૮,૬૫૦ બિલ

પ્રખ્યાત કોમેડિયન કીકૂ શારદાને એક ચા અને એક કોફી માટે ૭૮,૬૫૦ રૂપિયાનું બીલ ચુકવવું પડ્યું: તેણે સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી

મુંબઇ, તા.પઃ ટીવી ઇન્ડસ્ટ્રીનાં જાણીતા કોમેડિયન કીકૂ શારદાને એક કપ ગરમ ચા અને એખ કેપેચીનો કોફીનાં એવજમાં ૭૮,૬૫૦ રૂપિયા બિલ આપવું પડ્યું. તેણે આ ફોટો તેનાં ટ્વિટર પેજ પર શેર કરીછે. કીકૂએ આખાં મામલાની માહિતી આપતા લખ્યું કે, મને એક કપ કેપેચીનો માટે હજારો રૂપિયા બિલ પકડાવવામાં આવ્યો પણ હું આ ફરિયાદ નથી કરી રહ્યો.

બિલ પ્રમાણે, કીકૂએ એક ગરમ  ચા માટે ૩૦,૦૦૦ ઇન્ડોનેશિયન રૂપિયા અને કેપેચિનો માટે ૩૫,૦૦૦ ઇન્ડોનેશિયન રૂપિયા વસુલાવામાં આવ્યાં જયારે સર્વિસ ચાર્જ તરીકે ૧૩૬૫૦ ઇન્ડોનેશિયન રૂપિયા વસુલવામાં આવ્યાં. કૂલ બિલની રકમ ૭૮,૬૫૦ ઇન્ડોનેશિયન રૂપિયા હતી.

જે બાદ તેણે ફરિયાદ ન કરવાં અંગે લખ્યું કે, થોડા દિવસ પહેલાંની આ દ્યટના યાદ કરી જયારે રાહુલ બોસને એક ફાઇવ સ્ટાર હોટલમાં બે કેળા માટે પાંચસોથી વધુ રૂપિયા વસુલવામાં આવ્યાં હતાં. પણ કીકૂની આ ફરિયાદ અંગે અલગ જ કહાની છે.

ઉલ્લેખનીય છે કે, કીકૂ, થોડા દિવસો પહેલાં બાલી, ઇન્ડોનેશિયા ફરવા ગયો હતો. અમે પહેલાં પણ આવું દ્યણી વખત સાંભળ્યું છે કે, બાલીનું ચલણ ભારતની સરખામણીએ દ્યણું ઓછું છે. તેથી દ્યણા લોકો વિદેશી ટૂર માટે ભારતથી ઇન્ડોનેશિયા જવા પર ભાર મુકતા હોય છે.

બાલીનાં ૭૮,૬૫૦નાં બીલનો અર્થ છે ભારતનાં માત્ર ૪૦૦ રૂપિયા. એવામાં એક ચાની કિંમત માટે તે કોઇ જ ફરિયાદ નહીં કરે. આશરે ૪૦૦ રૂપિયામાં ચા અને કોફીનો ભાવ ઘણી ભારતીય હોટલ અને કાફેમાં પણ વસુલવામાં આવે છે. કીકૂ શારદા 'ધ કપિલ શર્મા શો'માં અહમ ભૂમિકા અદા કરે છે.

(5:23 pm IST)