Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

વિવાદીત મુસ્લિમ ધર્મગુરૂ ઝાકીર નાઈકને ભારત લવાશે : પીએમ મોદીએ મલેશિયાના વડાપ્રધાન સમક્ષ મુદ્દો ઉઠાવ્યો

પ્રત્યાર્પણ મામલે બંને દેશોના અધિકારીઓ સતત સંપર્કમાં રહેશે

નવી દિલ્હી : વિવાદીત મુસ્લિમ ધર્મગુરૂ ઝાકીર નાઈકને લઈને વડાપ્રધાન મોદીએ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે વાત કરી છે. રશિયાના વ્લાદિવોસ્તોકમાં પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ મલેશિયાના વડાપ્રધાનની સાથે વાતચીત કરી. તે દરમિયાન તેમને ઝાકીર નાઈકના ભારત પ્રત્યાર્પણ પર વાત કરી. હતી

તે દરમિયાન નક્કી થયુ કે બંને દેશોની વચ્ચે અધિકારી સતત આ મુદ્દા પર વાત કરતા રહેશે. વડાપ્રધાનની મુલાકાતની જાણકારી આપતા વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ ઝાકીર નાઈકનો મુદ્દો ઉઠાવ્યો. બંને દેશો વચ્ચે નક્કી થયું કે હવે અધિકારી આ મુદ્દે સતત સંપર્કમાં રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2016માં ઝાકીર નાઈક ભારતથી ભાગીને મલેશિયા ગયો હતો. ત્યારે ત્યાંની સરકારે ઝાકીર નાઈકને સ્થાયી રીતે રહેવાની પરવાનગી આપી હતી. ભારતમાં ઝાકીર નાઈક પર આરોપ છે કે તેને ભડકાઉ ભાષણ આપ્યા છે, આતંકી ગતિવિધીમાં સામેલ થવા માટે યુવાનોને ભડકાયા છે. તે આરોપને લઈને ઝાકીર નાઈક ભારતમાં વોન્ટેડ છે.

ભારત સરકાર તરફથી મલેશિયા સાથે આ મુદ્દે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. આ મુદ્દે અત્યાર સુધી કોઈ મોટી સફળતા મળી નથી પણ હવે નાઈકના મુદ્દાને વડાપ્રધાન મોદીએ મલેશિયાના વડાપ્રધાન સામે ઉઠાવ્યો છે. ત્યારે આ મુદ્દે હવે કોઈ કડક પગલા લેવામાં આવી શકે છે અને મલેશિયા તરફથી પ્રત્યાર્પણને લઈને સહયોગ મળશે.

(1:33 pm IST)