Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

શ્રી રામચરીત માનસ અંગે મુસ્લીમ પક્ષના વકીલ દ્વારા કરાયેલી ટિપ્પણી સાથે સાધુ-સંતોમાં રોષ

અયોધ્યા, તા., પઃ સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલ બાબરી મસ્જીદ રામ મંદિરના કેસમાં સુન્ની વકફ બોર્ડ દ્વારા દલીલો કરી રહેલા વકીલ રાજીવ ધવનએ શ્રી રામચરીત માનસના અસ્તિત્વ ઉપર સવાલ ઉઠાવતા અને તેને કાલ્પનીક બતાવતા અયોધ્યાના સંતોમાં રોષ વ્યાપી ગયો છે.

સંતોએ કહયું છે કે આ પ્રકારની વાતોથી સામાજીક પાગલપન ફેલાઇ શકે છે. આવા શબ્દો બોલવા જોઇએ નહી વિહિપએ પણ આ બયાનની નિંદા કરી છે.

અયોધ્યા સંત સમીતીના અધ્યક્ષ મહંત કનૈયાદાસે કહયું કે, વકીલને ખુદને જ્ઞાન નથી આવા લોકો અધર્મી છે તેઓએ અધ્યયન કરવુ જોઇએ.

ઔબુર્ઝીમંદિરના મહંત બૃજમોહનદાસે કહયું કે અયોધ્યાના સાધુ-સંતોને ધર્મરક્ષા માટે અનેક બલીદાનો આપ્યા છે. હિન્દુ ધર્મગ્રંથ શાસ્ત્ર જ અમારા જીવનનો આધાર છે. આ પ્રકારની ટિપ્પણી કરી મુસ્લીમ પક્ષકારો સંતો અને હિન્દુ સમાજની લાગણીઓનું અપમાન કરી રહયા છે.

સુપ્રિમ કોર્ટમાં આ કેસની નિયમીત સુનાવણી ચાલી રહી છે અને પક્ષકારોની ભુમીકાઓ હવે અગત્યની બની ગઇ છે ત્યારે આ કેસના વાદી ઇકબાલ અન્સારીને આંતરરાષ્ટ્રીય શુટર યુવતી વર્તિકાસીંઘે હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે.

સુનાવણીના ૧૮માં દિવસે રાજીવ ધવને દલીલ કરી હતી કે હિન્દુ પક્ષ એમ કહે છે કે મુસ્લીમ પક્ષ પાસે વિવાદીત જમીનના કબ્જાના અધિકાર નથી કે  ત્યાં જમાઝ પઢાતી નથી તેની પાછળનું કારણ એ છે કે ૧૯૩૪ માં નિરમોહી અખાડાએ ખોટી રીતે કબ્જો કરી લીધો નમાઝ પઢવા જ ન દેવાઇ. જસ્ટીસ એસો.એ બોબડેએ પુછયું કે શું કોઇ મુસ્લીમો નમાઝ અંગેની ફરીયાદ કરી છે ત્યારે રાજીવ ધવને કહયું કે મસ્જીદમાં મુર્તિનું હોવું કોઇ ચમત્કાર નથી પરંતુ પુર્વયોજીત હુમલો હતો. મહેરાબની અંદર અલ્લાહ લખેલ છે.

રાજીવ ધવને દલીલ કરેલ કે રર/૨૩ ડીસેમ્બર ૧૯૪૯ની રાત્રી પહેલા તો રામલ્લા, રામ ચબુતરા ઉપર હતા. ચબુતરો જન્મસ્થાનના બહારના ભાગમાં છે. આ સ્થળની બદલી પણ સ્વયંભુ દલીલની વિરૂધ્ધ છે. બહારના ભાગમાં રામ ચબુતરા, સીતા રસોઇ, ભંડાર હતા. જેના ઉપર નિરમોહી અખાડાનો કબ્જો હતો જયારે અંદર ગર્ભગૃહમાં હિન્દુ-મુસ્લીમો બન્નેનો કબ્જો હતો. રર/૨૩ ડીસેમ્બરના રાત્રીએ નિરમોહી અખાડાના સાધુઓએ ઘુસીને મસ્જીદમાં મુર્તિ રાખી દીધેલ જેની એફઆઇઆર પણ છે પછી બીન હિન્દુઓના પ્રવેશ ઉપર મનાઇ કરાઇ હતી.

રાજીવ ધવને કોર્ટમાં પૌરાણીક તસ્વીરો રજુ કરતા કહયું કે મહેરાબ ઉપર બાબર, અલ્લા, કસમાં અરબ લીપીમાં લખેલ હતા ઉતર દીશાની મહેરાબમાં પણ ત્રણ વાર અલ્લાહ લખેલ હતું જેની બાજુમાં જ રામ-રામ લખી નાખ્યું.

ધવને કહયું કે ૧૯૪૭માં દિલ્હીમાં તોડી પડાયેલ ૩૦ મસ્જીદોને જવાહરલાલ નહેરૂએ બનાવવાનો આદેશ આપેલ. ફૈઝાબાદના ડી.એમ. કે.કે.નાયર હતા જે કહેતા હતા કે ફૈઝાબાદમાં મંદિર હતુ તેને તોડી પડાયુ પછી નાયરની તસ્વીર લગાડવામાં આવી. તેઓ હિન્દુ હિતમાં ભેદભાવ કરી રહયા હતા તે સ્પષ્ટ છે. બન્ને પક્ષો ત્યાં પ્રાર્થના કરતા રહયા પરંતુ એમ કેમ કહી શકીએ કે ત્યાં મસ્જીદ નહોતી.

ધવને એક નકશો રજુ કરી કહયું કે ૧૪૮૦ ગજનો ભુરા રંગનો ભાગ દેવતા અને નિરમોહી અખાડાને આપેલ છે. ૭૪૦ ગજનો ભાગ મુસ્લીમોને આપેલ. વચ્ચેના ગુંબજ નીચે રામજીનો જન્મ થયેલ તેમ હિન્દુઓ કહે છે તો સામે મુસ્લીમો કહે છે રામજી ત્યાં જનમ્યા હતા તેમ તમે કેમ કહી શકો? ર૩-૮-૧૯૮૯ના સુન્ની વકફ બોર્ડ આ મુકદમામાં પક્ષકાર બન્યો.

જજ અશોક ભુષણે અને જજ શ્રી બોબડેએ કહયું કે કોઇ સ્તંભની તસ્વીર રજુ કરો તો ધવને કહયું કે દાયકા સુધી ત્યાં તાળા હતા દર શુક્રવારે તાળુ ખુલતુ અને મુસ્લીમો નમાઝ પઢતા હતા છતા કહેવાય છે ત્યાં મસ્જીદ ન હતી.

મુસ્લીમોના વકીલ રાજીવ ધવને પોતાને ધમકીઓ મળતી હોવાનો ઉલ્લેખ કરતા સુપ્રિમ કોર્ટએ  ચેન્નાઇના પ્રો.એન.ષણમુગનને નોટીસ આપી છે. સંજય કલાલ બજરંગીએ ધમકી ભર્યા મેસેજ કર્યા છે. ૮૮ વર્ષીય ષણમુગને કહયું કે ધવને હિન્દુ હિતોથી છળકપટ કર્યુ છે.

સુન્ની વકફ બોર્ડ અને વાસ્તવિક અરજકર્તાઓ પૈકી એફ.એમ.સીદીક વતી ધવને કહયું કે ૧૯૩૪માં મસ્જીદ તોડી નખાઇ, ૧૯૪૯માં ઘુસણખોરી કરી, ૧૯૯રમાં મસ્જીદને નષ્ટ કરી નાખી છતાં કહેવાય છે કે બ્રિટીશરોએ હિન્દુઓ વિરૂધ્ધ કામ કર્યુ અને હવે કહો છો, અમારા અધિકારોની સુરક્ષા થવી જોઇએ. કાનુની મામલાઓમાં ઐતિહાસિક વાતો અને તથ્યો ઉપર સંપુર્ણ ભરોસો કરી શકાતો નથી.

ધવને કહયું કે અલ્હાબાદ હાઇકોર્ટના એક જજશ્રીએ કહયું હતું કે ઐતિહાસિક તથ્ય સ્વામીત્વ ઉપર નિર્ણય લેવા માટે સચોટ આધાર નથી હોતો.મુસ્લીમ પક્ષકારે કહયું કે રામાયણ એક કાવ્ય છે અને તેને ઇતિહાસનો ભાગ ગણી શકાય નહી તે સામે પીઠે કહયું  કે તુલસીદાસ સમકાલીન હતા અને કાવ્યમાં પણ તથ્ય હોઇ શકે છે.

પીઠએ તેમને કહયું કે આ વાતોમાં પડો નહી, તમારી દલીલો મુદ્દા સંબંધીત હોવી જોઇએ ત્યારે ધવને કહયું કે આ તમામ મુદ્દા  બીજા પક્ષ દ્વારા ઉઠાવાયા છે અને તેને જવાબ આપવાની સંમતી મળવી જોઇએ કારણ કે આ સુનાવણી દેશના ભવિષ્ય સાથે જોડાયેલી છે.

આ અંગે દેવતા (રામલલ્લા બિરાજમાન) પક્ષના વકીલ સી.એસ.વૈદ્યનાથને કહયું કે, ધવને મુસ્લીમ પક્ષોના મામલે ચર્ચા કરવી જોઇએ. તે બાબતે મુખ્ય જજશ્રીએ કહયું કે તેઓ પોતાના મામલાને જે રીતે રજુ કરવા ઇચ્છે તે માટે તેઓ સ્વતંત્ર છે.

(1:00 pm IST)