Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પાકનું વધુ એક નાપાક ષડયંત્ર

જમ્મુ-કાશ્મીરના ધર્મસ્થાનોને ટાર્ગેટ કરવાનો આતંકવાદીઓને અપાયો આદેશ

નવી દિલ્હીઃ પાકિસ્તાનની સૈન્ય અને ગુપ્તચર એજન્સી આઇએસઆઇમાં આતંકવાદી સંગઠનોને આદેશ આપ્યો છે કે તે જમ્મુ-કાશ્મીરમાં મુખ્ય ધાર્મિક સ્થળોને નિશાન બનાવે. ઉચ્ચ પદે બિરાજમાન સુત્રોએ ગઇ કાલે કહ્યું કે જાણવા મળ્યું કે પાક સૈન્ય અને આઇએસ આઇ નવા બનેલા કેન્દ્રશાસિત પ્રદેશનું વાતાવરણ બગાડવા ઇચ્છે છે.

 

કેન્દ્ર સરકાર દ્વારા પાંચ ઓગસ્ટે બંધારણની કલમ ૩૭૦ને રદ કર્યા પછી રાજ્યમાં પ્રતિબંધો અમલી છે. ત્યારે ઉચ્ચ પદસ્થ સુત્રોએ જમ્મુ કાશ્મીરમાંથી મળેલી ગુપ્ત માહિતીના આધારે આ જાણકારી બહાર પાડી છે.

બીજી તરફ, ભારત સાથે ચાલી રહેલી તંગદિલી વચ્ચે પાકિસ્તાનની સેનાએ ગઇ કાલે ચોખવટ કરતા કહ્યુ કે પરમાણુ હથિયાર પહેલા નહીં વાપરવાની નિતીનું તે પાલન નહીં કરે. સેનાના પ્રવકતા મેજર  જનરલ અબ્દુલ ગકુરને એક પત્રકાર પરિષદમાં રાજનાથ સિંહના ભારતની પરમાણુ હથિયાર અંગેની નિતીમાં ફેરફાર બાબતની બયાન અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ કે અમારી પાસે પહેલા ઉપયોગ નહીં કરવા જેવી કોઇ નીતિ નથી. અમારા પહેલા ઉપયોગ નહીં કરવા જેવી કોઇ નીતિ રાખવી તે તેનો પ્રશ્ન છે. તેમણે કહ્યું કે પહેલા હુમલા પછી બીજો હુમલો પણ  થઇ શકે છે. પરમાણુ દેશો વચ્ચે યુધ્ધની કોઇ શકયતા નથી હોતી.

(12:59 pm IST)