Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અમેરિકામાં વસતા ભારતીય પરિવારના 4 પૈકી 3 મેમ્બર્સનું કાર અકસ્માતે કરૂણ મોત : ફ્લોરિડા એક્સપ્રેસ ઉપર જઈ રહેલી કાર નજીકમાં આવેલા તળાવમાં ખાબકી : કારમાં બેઠેલા 47 વર્ષીય બોબી મેથ્યુ,તેમના પત્ની 41 વર્ષીય ડોલી મેથ્યુ,તથા 16 વર્ષીય પુત્ર સ્ટીવ મનોજ પાણીમાં ગરકાવ : મોટો પુત્ર સાથે ન હોવાથી બચાવ

ફ્લોરિડા : અમેરિકાના ફ્લોરિડાના કોરલ સ્પ્રિંગ ખાતે વસતા ભારતીય પરિવારના 4 પૈકી 3 મેમ્બર્સનું કાર અકસ્માતે મોત થતા શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ સોગર્સ એક્સપ્રેસ ઉપર  ભારતીય મૂળના 47 વર્ષીય બોબી મેથ્યુ, તથા તેમના પત્ની 41 વર્ષીય ડોલી મેથ્યુ , તેમજ તેમનો પુત્ર 16 વર્ષીય સ્ટીવ મનોજ કારમાં જઈ રહ્યા હતા ત્યારે  કાર ચલાવી રહેલા  બોબી મેથ્યુએ કંટ્રોલ ગુમાવતા કાર તળાવ નજીક આવેલો ઢાળ ઉતરી ગઈ હતી અને ઊંડા તળાવમા પડી હતી. તાત્કાલિક રેસ્ક્યુ કરાતા કાર તળાવમાંથી બહાર કઢાઈ હતી પરંતુ તેમાં બેઠેલા 3 પૈકી 2 મૃત્યુ પામેલા હતા જયારે ત્રીજાનું રસ્તામાં કરૂણ મોત નીપજ્યું હતું

દંપતીનો મોટો પુત્ર તેઓની સાથે કારમાં નહોતો તેથી બચી જવા પામ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:10 pm IST)