Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ચંદ્રયાન-ર વિક્રમ લેન્ડર ચંદ્રથી ફકત ૩૫ કિ.મી.દુર

નીચલી ભ્રમણકક્ષામાં યાનને ઉતારવાનો તબક્કો સફળતાપુર્વક પૂર્ણ સાત સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરશે

બેંગલોર તા ૫  :  ચંદ્રયાન-ર ના વિક્રમ લેન્ડરને બુધવારે સવારે ૬.૪૨ વાગ્યે ચંદ્રની નીચલી ભ્રમણ કક્ષામાં ઉતારવાનું કામ સફળતા પુર્વક પુરૂ કરી લેવાયું છે આ સાથે જ વિક્રમ લેન્ડર હવે ચંદ્રની નક્કી કરાયેલી છેલ્લી ભ્રમણ કક્ષામાં પહોંચી ગયું છે. ચંદ્રથી હવે તે ફકત ૩૫ કિલોમીટર દુર છે. ત્યાંથી વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરશે. ઇસરોએ જણાવ્યું કે આ પ્રક્રિયામાં નવ સેકન્ડનો સમય લાગ્યો હતોે. આ પહેલા વિક્રમ લેન્ડરને ચંદ્રની નીચલી ભ્રમણ કક્ષામાં ઉતારવાનો પહેલો તબક્કો મંગળવારે પુરો કરી લેવાયો હતો.

ઇસરોએ કહયું કે આ પ્રક્રિયા સાથે જ વિક્રમને ચંદ્રની સપાટી પર ઉતારવા માટેની જરૂરી ભ્રમણ કક્ષા મેળવી લેવાઇ છે. ઓર્બિટર અને લેન્ડર બરાબર કામ કરી રહયા છે. આ સાથે જ ચંદ્રયાન-ર ચંદ્રની ભ્રમણ કક્ષામાં ૯૬ કિલોમીટર પેરિજી (સોૈથી નજીકનું બિંદુ) અને ૧૨૫ કિલોમીટર અપોજી (સોૈથી દુરનું બિંદુ) પર છે. જયારે વિક્રમ લેન્ડર ૩૫ કિમી પેરીજી અને ૧૭૧ અપોજી પર છે.

વિક્રમ સાત સપ્ટેમ્બરે રાત્રે દોઢ વાગ્યાથી અઢી વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતરવાની આશા છે. ઇસરોના અધ્યક્ષ કે શિવને કહયું કે ચંદ્ર પર લેન્ડર ઉતરવાની પળ દિલધડક હશે કેમ કે ઇસરોએ પહેલા કયારેય આ નથી કર્યુ

(11:53 am IST)