Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

નાની કંપનીઓને મળશે મોટી રાહતઃ ઓનલાઇન બિલમાં થશે ફેરફાર

પાયલટ પ્રોજકેટમાં નાની અને નાણાંકીય સંસ્થાઓ સાથે જોડાયેલી કંપનીઓને અપાશે છૂટછાટ

નવી દિલ્હી, તા.પઃ જીએસટીમાં ઈ-ઇનવોઇસિંગ(ઈ-બિલ) એટલે કે ઓનલાઇન બિલ બનાવાની વ્યવસ્થામાં બદલાવ કરવામાં આવશે. શરૂઆતી સમયમાં નાની કંપનીઓને તેમાં છૂટ આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રથમ ચરણમાં જે પાઇલટ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. તેમાં નાની કંપનીઓ, નાણાકીય પ્રૌદિયોગિકી સાથે જોડાયેલી કંપનીઓ અને બ્રોકરેઝ હાઉસેઝને છૂટ આપવામાં આવશે.ઙ્ગ બીજી બાજુ દેશભરમાં તેને એક સાથે આવતા વર્ષે જાન્યુઆરીથી લાગુ કરવાની યોજના છે.

ઙ્ગઙ્ગ સૂત્રોના જણાવ્યા મુજબ, નવી વ્યવ્શ્થા માટે ટેકિનકલી તૈયારીમાં વધુ સમય લાગવાના કારણે આ નિર્ણય લેવામાં આવશે. તેનાથી ઓકટોબર-નવેમ્બરથી શરૂ થનારા પાઇલટ પ્રોજેકટમાં રોજ વધુ સંખ્યામાં ઈનવોઈઝ બનાવ માટે કંપનીઓને રાહત આપવા વિચાર કરવામાં આવી રહ્યો છે. કઈ કંપનીઓને છૂટ આપવામાં આવશે તે તેમના ટર્ન ઓવારણાં આધારે નક્કી કરાશે.

પ્રસ્તાવમાં જણાવ્યા મુજબ, ૧૦-૧૫ કરોડ તારણ ઓવર વળી કંપનીઓને હાલમાં પાઇલટ પ્રોજેકટમાં સામેલ કરવામાં આવશે નહી. ૨૦ સપ્ટેમ્બરે થનારી જીએસટી પરિષદની બેઠકમાં આ પ્રસ્તાવ પર અંતિમ મુહર લગાવામાં આવશે. જીએસટી કાઉન્સિલે સૈદ્ઘાંતિક રીતે મંજૂરી આપી દીધી છે. જીએસટી પરિષદ વાહનો પર જીએસટી દ્યટાડવા પર વિચાર કરી શકે છે.

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં  બનાવટી ઈનવોઈઝ બનાવીને ૧૧ હજાર કરોડથી વધુની જીએસટી ચોરી કરવામાં આવી. આ દરમ્યાન ૧૬૨૦ કેસ પકડવામા આવ્યા. હાલના નાણાકીય વર્ષમાં પણ એવા જીએસટી ઇન્ટેલિજન્સ મોટા પાયે એવા મામલાને પકડી રહ્યા છે. એવા માં ઇલેકટ્રોનિક ઇનવોઇઝ જરૂરી બન્યું છે.

(11:49 am IST)