Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

વાપીમાં આભ ફાટ્યુ-૧ર ઇંચ

પારડી ૧૦, ઉમરગામ-ગણદેવી, ઓલપાડ અને વલસાડમાં ૬ ઇંચ : ચોમાસાની સીઝનનો ૧૦૩% વરસાદ : હથનુર ડેમમાંથી ૭૬ હજાર કયુસેક પાણી છોડાયું : હજુ ૭ર કલાક ભારે વરસાદની આગાહી : મુંબઇમાં ભારે વરસાદને પગલે રેલ વ્યવહાર ખોરંભે

વાપી, તા. પ : બંગાળની ખાડીમાં ઉદ્ભવેલ લો પ્રેશર સિસ્ટમને પગલે છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૩૩ જીલ્લાના રરપ તાલુકાઓમાં ૧ મીમીથી લઇ ર૮૭ મી.મી. સુધીના આશરે ૧ર ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે.

જેમાં મેઘરાજાએ સૌથી વધુ મહેર દ.ગુજરાત પંથકમાં અને એમાં પણ વલસાડ જીલ્લા ઉપર વરસાવી છે. તેમાં પણ વાપી અને પારડીમાં તો જાણે આભ ફાટયાની સ્થિતિ સર્જાયેલ છે.

વાપીમાં તો ગઇકાલે રાત્રે ૮ વાગ્યાથી લઇ અત્રેના ર વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ૬ કલાકમાં ૯ ઇંચ જેટલો અતિભારે વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. રાત્રીના સમયમાં પડેલ ભારે વરસાદને પગલે ભારે નુકસાન થવા પામ્યું છે.

વલસાડ જીલ્લા ઉપરાંત નવસારી તેમજ સુરત જીલ્લામાં પણ ભારે વરસાદને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સુરતના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.

એમાં પણ મજુરાગેટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ૧ વૃક્ષ તૂટી પડતા ઝાડની નીચે બે કાર દબાઇ જતાં ડ્રાઇવર ફસાયા હતા. ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ બંને ડ્રાઇવરને સહીસલામત બહાર કાઢાયા હતા.

ઓલપાડમાં ઓછા સમયમાં વધુ વરસાદ તૂટી પડતા મુખ્ય બજારમાં પાણી ફરી વળતા ભારે ખુવારી ઉભી થવા પામી હતી. તો જુની કોર્ટ વિસ્તારમાં પણ ઘુંટણ સમા પાણી ભરાતા અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા હતાં.

જયારે બીજી બાજુ મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ પર ફરીથી સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમને પગલે તાપી નદીના ઉપરવાસના વિસ્તારોમાં પડલા ભારે વરસાદને પગલે હથનુર ડેમની સપાટી ર૧૧ મીટર પર જાળવી રાખવા ત્યાંથી મોટી માત્રામાં ફરી પાણી છોડવાની ફરજ પડી હતી.

તો આપણી બાજુ પાણીની આવક બંધ થતાં ઉકાઇ ડેમના તમામ દરવાજા  બંધ કરવામાં આવ્યા હતાં, પરંતુ ફરી ઉપરોકત પાણીની આવક શરૂ થતાં ગઇકાલે મોડી સાંજે   ફરી ઉકાઇડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. આજે સવારે ૮ કલાકે ઉકાઇડેમની જળસપાટી ઘટીને ૩૩૯.૩૦ ફુટે પહોંચી છે. ડેમમાં ૭૬,૩૯૧ કપસેક પાણીના ઇનફલો સામે ૧,૦,૮,૦૭૬ કપુસેક પાણી છોડાઇ રહ્યું છે જેને પગલે શહેરના મુખ્યની જળસપાટી સતત વધીને ૮ મીટરે પહોંચી છે. આ સ્થિતીમાં આગામી ૨૪ કલાકમાં ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાતા તંત્ર વધુ સર્તક બન્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઇ ડેમની ડેન્જર લેવલ સપાટી ૩૪૫ ફુટ છે.

સુરત પંથકમાં ભારે વરસાદ તેમજ ગઇકાલે મુંબઇમાં પડેલ સાંબલાધાર વરસાદને લઇનેવાદારને ભારે અસર થવા પામી છે. રેલ્વે ટ્રેક તેમજ સેરાન નજીક ફરી વળેલા ભારે પાણીને પગલે અનેકટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. જેને પગલે હજારો મુસાફરો અટવાયા હતા.

કંટ્રોલ પાસેથી મળલી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજનયા વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદમાં મુખ્યત્વે આકડા સૌ પ્રથમ કચ્છ પંથકમાં ભચાઉ ૨૬ મીમી, ભુજ ૧૫ મીમી, અને માંડવી ૧૭ મીમી, તો મુદ્દા અને ચપર ૧૦-૧૦ મીમી, હવે જોઇ ગુજરાત વિસ્તારને જોઇએ તો અહી પાટણ જીલ્લાના તાલુકાઓમાં ૨૫ મીમી, રાધનપુર ૨૨મીમી, સરસ્વતી ૩૬ મીમી, અને સિધ્ધપુર ૨૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં ભાભર-૧૧ મીમી, લાખાણા ૨૦ મીમી, વાવ ૧૫ મીમી, અને પાલનપુર ૨૯ મીમી, તો ગાંધીનગર જીલ્લાના તાલુકાઓમાં દેગામ ૩૪ મીમી, કલોલ,૬૧ મીમી વરાસદ નોંધાયેલ છે.

સરાવલ્લી જીલ્લાના તાલુકાઓમાં લાયક ૧૪મીમી, ધનસુરી ૬૦ મીમી, માલપુર ૩૬ મીમી અને મેધરજ ૧૪મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં બેચરાજી રરમીની ખેરાલુ ૩૦ મીમી ઉંજા ૬૪ મીમી વડનગર ર૦ મીમી વિજાપુર-ર૧ મીમી તો સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં પ થી ૧૪ અને તલોદ ૧૩-૧૩ મીમી, વરસાદ નોંધાયેલ છે.

દ. ગુજરાત પંથક

અહીં ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં અંકલેશ્વર ર૮ મીમી, ભરૂચ ૬૬ મીમી, હાંસોટ ૩૭ મીમી, વાલીયા ર૦ મીમી અને વાગરા ૯૭ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે સુરત જીલ્લાના તાલુકાઓમાં ચોર્યાસી ર૪ મીમી, માંડવી ૩૪ મીમી પલસાણા ર૩ મીમી, સુરત સીટી ૪૭ મીમી અને ઓલપાડ ૧૪૮ મીમી તથા તાપી જીલ્લાના તાલુકાઓમાં વાલોલ પ૯ મીમી વરસાદ નોંધાયેલ છે.

ઉપરાંત નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૩ર મીમી, ગણદેવી ૧પર મીમી, ખેરગામ ૭૬ મીમી અને નવસારી ૬૦ મીમી તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ર૭ મીમી અને સુબાહ ર૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૧૧૬ મીમી, કપરાડા ૬પ મીમી પારડી ર૩૯ મીમી, ઉમરગામ રપ૩ મીમી, વલસાડ ૧૪૧ મીમી અને વાપી ર૮૭ મીમી અતિભારે વરસાદ નોંધાયેલ છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦-૩૦ કલાકે દ. ગુજરાતના કેટલાક વિસ્તારમાં ઝરમર ઝાપટા ચાલુ છે.

(11:45 am IST)