Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

આવી રહયો છે જી.એસ.ટી રેટ કટનો બુસ્ટર ડોઝ

સંભવિત રેટ કટથી રેવન્યુ પર થનારી અસરનો અંદાજ માંડી રહયું છે નાણા મંત્રાલય

નવી દિલ્હી તા ૫  :  જીએસટી કાઉન્સીલની ૨૦ સપ્ટેમ્બરે થનારી મીટીંગ પહેલા નાણા મંત્રાલય રેવન્યુના આંકડાઓ પર ધ્યાન આપી રહયું છે. મંત્રાલય એ જોઇ રહયું છે કે, તહેવારોની સીઝનમાં માંગ વધારવા  જો જી.એસ.ટી રેટ ઘટાડવામાં આવે તો રાજય પર તેની કેટલી અસર થશે.

આ બાબત સાથે સંકળાયેલાં બે અધિકારીઓએ  જણાવ્યું છે કે રેટમાં  ફેરફાર પર ધ્યાન આપનાર પેનલની  મીટીંગ ટુંક સમયમાં થઇ શકે છે, જે કેટલાક રાજયો અને ઉદ્યોગો તરફથી આપવામાં આવેલ સુચનો પર વિચાર કરશે. આ પેનલમાં  કેન્દ્ર અને રાજયોના અધિકારીઓ છે. ઓટોમોબાઇલ્સ, ટાયર, સીમેન્ટ, એરકંડીશનર અને મોટા એલસીડી ટીવીને હજુ પણ ૨૮ ટકાના સ્લેબમાં રખાયા છે. ઓટોમોબાઇલ્સ પર સેસ પણ લાગે છે, જે ગાડીના પ્રકાર પર આધાર રાખે છે. એક અધિકારીએ જણાવ્યું કે આંકડાઓનું વિશ્લેષણ  કરાઇ રહયું  છે. કેટલાક રાજયોએ કેન્દ્ર સરકારને પત્ર લખીને કહયું છ ે કે, ઓટોમોબાઇલ્સ અને સીમેન્ટ પર દર ઘટાડવો જોઇએ, જેથી અર્થતંત્રને સહારો આપી શકાય.

કેટલાય રાજયોનું સુચન છે કે, રેટ સ્ટ્રકચરનીજ સમીક્ષા કરવાની જરૂર છે એટલેે કે ૧૨ ટકા અને ૧૮ ટકાના સ્લેબને ભેગા કરીને એક કરવો જોઇએ. કાઉન્સીલની ગોવામાં થનારી મીટીંગમાં મુખ્ય મુદ્દો ઓટોમોબાઇલ્સમાં રેટ કટ નો હશે. જોકે આ બાબતે પણ રાજયોમાં મતભેદ પણ છે. પંજાબે રેટ માળખા પર વ્યાપક રીત વિચારવા પર ભાર મુકયો છે અને ઓટોમોબાઇલ્સ જેવા સેકટરોમાં રેટ કટ કરવા રહયું છે, તો કેરળે તેનો વિરોધ કર્યો છે. પશ્ચિમ બંગાળે પણ ઓટો સેકટર માટે પગલા લેવાની માગણી કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્ર બધા વિકલ્પો પર વિચાર કરી રહયું છે.

(11:26 am IST)