Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અરૂણાચલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરીનો બીજેપી સાંસદનો દાવો: સેનાએ કહ્યું એલઓસીની સમજ અપાતા પરત ફર્યા

 

નવી દિલ્હી : ભારતના પૂર્વોત્તર વિસ્તાર અરૂણાચલ પ્રદેશમાં ચીનની સેના તરફથી ઘૂસણખોરી કરવાનો મામલો સામે આવ્યો છે. મામલાને લઇને અરૂણાચલ પ્રદેશના ભાજપના સાંસદ તાપિર ગાવનું કહેવું છે કે, હું સેનાના તે લોકોને દોષ નથી આપતો જે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. રોડ નથી, તે વિસ્તાર સુધી કેવી રીતે પહોંચી શકે છે. મને સરકાર પર ભરોસો છે. હું ઇચ્છુ છું કે સરકાર આના પર વિચાર કરે, હું પણ આના પર વિચાર કરીશ. રોડ બનાવવાની જરૂર છે

તાપિરે ગાવે કહ્યું હતું કે, ચાગલગામ મૈકમોહન લાઇનથી 100 કિલોમીટર દૂર છે પરંતુ ત્યાંથી માત્ર 25 કિલોમીટર દૂર ચીનને પુલ બનાવી દીધો છે. તેનો મતલબ ચીન અરૂણાચલની સીમામાં ઘણા અંદર સૂધી આવ્યા છે.

ભારતના એક અધિકારીએ કહ્યું હતું કે, ઘૂસણખોરીના સમાચાર ખોટા છે.

અધિકારીએ કહ્યું હતું કે, લાઇન ઓફ કંટ્રોલને લઇને કેટલાક ભ્રમ હતા, જેને દૂર કરી દેવામાં આવ્યા. અધિકારીએ જણાવ્યું હતું કે ચીની સૈનિકોને જ્યારે એલસી વિશે સમગ્ર જાણકારી આપી હતી, તો તે પોતાની સીમામાં પરત ફર્યા.

 ચીન લદ્દાખના બુર્તસે અને ટ્રૈક જંકશન પોસ્ટ ટ્રિગ હાઈટ અને ડેપસાંગ વિસ્તારમાં પણ ઘૂસણખોરી કરવાના પ્રયત્નો કરતા રહ્યા છે. લદ્દાખના ટ્રિગ હાઇટ અને ડેપસાંગના વિસ્તારમાં ભારત માટે વ્યૂહાત્મક રીતે ઘણુ મહત્વ ધરાવે છે. એજ કારણ છે કે ચીન અહીં કબજો કરવાના પ્રયત્નોમાં રહે છે અને વારંવાર ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે.

(12:00 am IST)