Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મુંબઈમાં ગણેશ ઉત્સવ વચ્ચે વરસાદ

ભવ્ય ઉજવણીમાં વરસાદ વિલન બનતા નિરાશા

મુંબઈ,તા. ૪ : દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં અતિભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. મુંબઈના અનેક વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી હતી. લોકલ ટ્રેન સેવા પણ ઠપ થઇ ગઇ હતી. બીજી બાજુ લાંબા અંતરની ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ હતી. મુંબઈમાં આકાશી આફતના કારણે લોકો સવારથી જ મુશ્કેલીમાં દેખાયા હતા. ભારે વરસાદની સાથે સાથે નીચે મુજબ છે.

*     ગણપતિ ઉત્સવના રંગમાં માયાનગરી મુંબઈમાં ડુબેલી છે ત્યારે ભારે વરસાદથી મુંબઈ જળબંબાકાર

*     લોકલ ટ્રેન સેવા, સબ સેવા, વિમાની સેવા અને ટ્રેન સેવા ખોરવાઈ

*     ભારે વરસાદના કારણે સ્થિતિ એટલી ચિંતાજનક બની કે બોલીવુડ અભિનેત્રી ચિસ્તા ચોપડાએ ટ્વિટ કરીને ચિંતા રજૂ કરી

*     મુંબઈમાં અતિભારે વરસાદનો દોર હાલ જારી રહી શકે છે

*     મુંબઈમાં અતિભારે વરસાદના લીધે રેડએલર્ટની જાહેરાત કરાઈ

*     મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદથી કમર સુધીના પાણી ભરાયા

*     વિખરોલીમાં ૧૦ ઇંચથી પણ વધુ વરસાદ થયો

*     મારોલ, વિલેપાર્લે, કાંદીવલી, વર્સોવા, કુર્લા, વડાલા, દાદર, વર્લી અને નરિમન પોઇન્ટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા

*     સાયન અને અન્ય વિસ્તારમાં પણ અતિભારે વરસાદ પડ્યો

*     ભારે વરસાદના લીધે બીએમસીને પણ ભારે મુશ્કેલી નડી

*     મુંબઈમાં વહેલી પરોઢે ભારે વરસાદથી કિંગસર્કલ રેલવે સ્ટેશન અને ગાંધી માર્કેટ પાસે પાણી ભરાયા

*     સાયનના રસ્તા પર ચારેબાજુ તળાવ જેવી સ્થિતિ જોવા મળી

*     બેસ્ટની બસોને રોકવાની ફરજ પડી

*     પશ્ચિમ રેલવે દ્વારા પાંચથી વધુ ટ્રેનોને રદ કરવાની ફરજ પડી

*     અનેક લોકલ ટ્રેન સેવાને પણ બંધ કરવાની ફરજ પડી

*     થાણે અને સીએસએમટી વચ્ચેની ટ્રેન સેવા બંધ કરવાની ફરજ પડી

*     નાલાસોપારામાં ટ્રેક પર પાણી ફરી વળતા મુશ્કેલી નડી

*     મુંબઈમાં અતિભારે વરસાદના લીધે લોકો સવારથી જ મુશ્કેલીમાં દેખાયા

(12:00 am IST)