Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ભારતીય ચોખા નિકાસકારોને સાઉદીથી ૪ મહિનાની રાહત

સાઉદી અરબના કઠોર નિયમ ડિસેમ્બરથી અમલી : પહેલી સપ્ટેમ્બરના બદલે હવે ડિસેમ્બરથી નિયમો લાગૂ

નવી દિલ્હી, તા. ૪ : ભારતીય ચોખા નિકાસકારો ઉપર સાઉદી અરબના કઠોર નિયમ હવે ૩૧મી ડિસેમ્બરથી અમલી બનશે. ભારતીય ચોખા નિકાસકારોને ચાર મહિના માટે રાહત મળી ગઈ છે. સાઉદી ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટી દ્વારા ભારતીય નિકાસકારો પાસેથી મિનિમમ રેજિડ્યુ લેવલ (એમઆરએલ) ટેસ્ટ રિપોર્ટની સાથે તેના પાલન કરવાને લઇને સર્ટિ આપવાની માંગ કરી છે. આ નિયમ પહેલી સપ્ટેમ્બરથી અમલી બનનાર હતા પરંતુ હવે આ નિયમોને ડિસેમ્બર સુધી ટાળી દેવામાં આવ્યા છે. સાઉદીની ફુડ ઓથોરિટીએ ભારતીય નિકાસકારો પાસેથી બાસમતી ચોખાની જાતિની પ્રમાણિકતા માટે ડીએનએ ટેસ્ટની પણ માંગ કરી છે.  સાઉદી અરેબિયાએ નિકાસકારો પાસેથી ઓથોરિટી સાથે સંબંધિત કેટલાક નિયમોની માંગ કરી છે.

       ગુડ એગ્રિકલ્ચર પ્રેક્ટિસ સર્ટિફાઇડ ફાર્મથી જ ચોખા ખરીદવાની સૂચના આપી છે. ઓલ ઇન્ડિયા રાઇસ એક્સપોર્ટર એસોસિએશનના અધ્યક્ષ વિજય સેતિયાએ કહ્યું છે કે, ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ સુધી સાઉદી અરબ પહોંચનાર શીપમેન્ટમાં ભારતીય બાસમતી ચોખા (એસએફડીએ)ના સૂચિત નિયમોની બહાર રહેશે. સેતિયાનું કહેવું છે કે, નિકાસકારો બાસમતીના મિશ્રણની ક્વાલિટીના દ્રષ્ટિતી લેવલ લગાવશે જેથી વધારે પારદર્શિતા લાવી શકાશે અને એસએફડીએને ખાતરી આપી ચુક્યા છે કે જો અંતર વધારે રહેશે નહીં તો કોઇપણ અસર થશે નહીં. સાઉદી અરબ ભારતીય બાસમતી ચોખાના મુખ્ય ખરીદદાર તરીકે છે. ભારતથી વાર્ષિક ૪૦-૪૫ લાખ ટન બાસમતીની નિકાસ કરવામાં આવે છે જેમાંથી ૨૦ ટકા હિસ્સો સાઉદી અરેબિયાને જાય છે. સેતિયાના કહેવા મુજબ ગુણવત્તાને જાળવી રાખવા માટે ભારત પણ કટિબદ્ધ છે.

(12:00 am IST)