Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ઓગસ્ટમાં સર્વિસ સેક્ટર સુસ્ત છે : PMI ૫૨.૪

સેવા ક્ષેત્રની ગતિવિધિ ઓગસ્ટમાં સુસ્ત દેખાઈ : બધા આંકડાઓ ઉત્પાદનમાં વધારાની કમીને દર્શાવે છે

નવી દિલ્હી, તા. ૪ : દેશમાં નવા કારોબારના ધીમી વૃદ્ધિદર, રોજગાર સર્જન અને ઉત્પાદનમાં વધારાના મધ્યદરના લીધે અનેક સમસ્યાઓ સર્જાઈ ગઈ છે. ઓગસ્ટ મહિનામાં સર્વિસ સેક્ટર પણ મુશ્કેલીમાં હોવાની વિગતો સપાટી પર આવી છે. પીએમઆઈ ઘટીને ૫૨.૪ની સપાટી પર પહોંચતા નિરાશા જોવા મળી રહી છે. દેશના સેવા ક્ષેત્રની ગતિવિધિ ઓગસ્ટ મહિનામાં ધીમી દેખાઈ રહી છે. એકનવા માસિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, આઈએચએસ માર્કેટના ઇન્ડિયા સર્વિસેસ બિઝનેસ એક્ટિવીટી પીએમઆઈ ઇન્ડેક્સ ઓગસ્ટ મહિનામાં ઘટીને ૫૨.૪ની સપાટી ઉપર છે. જુલાઈમાં આ આંકડો ૫૩.૮ રહ્યો છે જે હાલના આંકડા ઉત્પાદનમાં વધારાના દરમાં કમીને દર્શાવે છે. ઇન્ડેક્સ ૫૦થી વધારે રહેવાની બાબત વિસ્તરણને દર્શાવે છે જ્યારે ૫૦થી નીચેના ઇન્ડેક્સ સાંકડી સ્થિતિમાં સંકેતને દર્શાવે છે.

       આઈએચએસ માર્કેટના મુખ્ય અર્થશાસ્ત્રી પીડી લિમાએ કહ્યું છે કે, ભારતના સેવા ક્ષેત્રના પીએમઆઈ નિર્માણ ક્ષેત્રના પ્રવાહ મુજબ જ છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થામાં નરમીના ખરાબ અહેવાલ વચ્ચે આ પ્રકારના આંકડા આવી રહ્યા છે. આઈએચએસ માર્કેટ ઇન્ડિયા કમ્પોઝિટ પીએમઆઈ આઉટપુટ ઇન્ડેક્સ ઘટીને ઓગસ્ટ મહિનામાં ૫૨.૬ રહ્યો છે. આ ઇન્ડેક્સમાં નિર્માણ અને સેવા ક્ષેત્ર બંનેને સામેલ કરવામાં આવે છે. અલબત્ત પીએમઆઈ આઉટપુટ ઇન્ડેક્સમાં સતત ૧૮માં મહિનામાં વિસ્તરણ જોવાની સ્થિતિ જોવા મળી રહી છે. નવા ઓર્ડરમાં જુલાઈની સરખામણીમાં ઓગસ્ટ મહિનામાં વધારે નરમી જોવા મળી રહી છે.

 

(12:00 am IST)