Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

જમ્‍મુ-કાશ્‍મીરને ફરી સ્‍વર્ગ બનાવવા મોદી-શાહનો નં.1 પ્‍લાનની વિગતો જાહેરઃ આ રીતે બદલશે રાજ્‍યનું ભાગ્‍ય

નવી દિલ્હી: કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી મોદી સરકાર રાજ્યનું ભાગ્ય બદલવાની કવાયતમાં ગંભીરતાથી વ્યસ્ત છે. તેના માટે ચોક્કસપણે સંપૂર્ણ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ દ્વારા રોકાણકારોને રાજ્યમાં રોકાણ કરવાની તક આપવા માટે, પર્યટનને પ્રોત્સાહન આપવાથી લઇને રાજ્યના યુવાઓને મોટી સંખ્યામાં સેનામાં સામેલ કરી રોજગાર આપવાનું સામેલ છે.

તા આવો જાણીએ કે જમ્મુ કાશ્મીરને લઇને શું છે મોદી શાહનો ‘No-1’ પ્લાન...

1. જમ્મુ કાશ્મીરમાં નવેમ્બરમાં થનારી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની તૈયારી ઝડપી

2. 1 સપ્ટેમ્બર સુધી 30 કંપનીઓ શોર્ટલિસ્ટ કરવામાં આવી, જેમણે રોકાણનો પ્રસ્તાવ મૂક્યો

3. 15 હજાર કરોડના રોકાણ માટેની દરખાસ્તો આવી, અંદાજ 1 લાખ કરોડના

4. કંપનીઓએ ટૂરિઝમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્પિટાલિટી સહિત 10 સેક્ટરમાં રોકાણની દરખાસ્તો કરી હતી

5. મહારાષ્ટ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદશે, રાજ્યના પ્રધાનમંડળે દરખાસ્ત પસાર કરી

6. મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન પહેલગામ અને લદ્દાકમાં બે ટૂરિસ્ટ રિસોર્ટ બનાવશે

7. કલમ 37 પાછી ખેંચ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બનશે

8. કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદા પટેલે જમ્મુ-કાશ્મીર-લદાખના 4 દિવસીય પ્રવાસ શરૂ

9. પર્યટન મંત્રી ત્રણેય ક્ષેત્રમાં પર્યટનને પ્રોત્સાહન આપવાની વ્યૂહરચના તૈયાર કરશે, ફીડબેક લેશે

10. જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ સેનામાં ભરતી માટે યુવાનોનો ટ્રેન્ડ વધ્યો છે

11. રિયાસીમાં સેના ભરતી શિબિરના પહેલા દિવસે લગભગ 29 હજાર યુવાનોએ અરજી કરી

12. સરકારે જમ્મુ-કાશ્મીરના યુવાનોને સેનામાં ભરતી કરવા અને રોજગાર આપવાની યોજના બનાવી

13. જમ્મુ-કાશ્મીરમાં 13 પંચ-સરપંચોને સુરક્ષા આપવામાં આવશે, 2 લાખનો વીમો પણ આપવામાં આવશે

14. કાશ્મીર વેલીમાં 90 ટકા વિસ્તારોમાંથી 5 ઓગસ્ટ બાદ લાગેલા પ્રતિબંધોને હટાવાયા

15. કાશ્મીર વેલીમાં 15થી 20 દિવસમાં મોબાઇલ સેવાઓ સંપૂર્ણ રીતે પુન:સ્થાપિત કરવામાં આવશે

(8:53 am IST)