Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

Online ચૂંટણી પ્રચાર પર રહેશે Googleની નજર, ECને મળશે જાણકારી

સર્ચએન્જીન ગુગલની નજર દેશમાં થનારી ચૂંટણી પર રહેશે. ગુગલ દરેક રાજનીતિક દળો અને ચૂંટણી ઉમેદવારોના ઓનલાઈન પ્રચારના લેખા-જોખા રાખશે અને આ પ્રચારો પર થનારા ખર્ચ સહિત સંપૂર્ણ વિગતો ઈલેક્શન કમિશનને ઉપલબ્ધ કરાવશે.

ઈલેક્શન કમિશન પ્રમાણે ગુગલના પ્રતિનિધિએ કેટલાક દિવસો પહેલા કમિશન સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં એ નક્કી થયું કે ગુગલ એક વ્યવસ્થા તૈયાર કરશે જે અંતર્ગત ઓનલાઈન માધ્યમ પર ચૂંટણી પ્રચાર માટે આવનારી સામગ્રીનું પ્રી-સર્ટિફિકેશન કરવામાં આવશે અને એવા પ્રચારો પર પાર્ટિઓ અને ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચની વિગતો જમા કરવામાં આવશે.

કમિશન પ્રમાણે તે આ ઉદ્દેશ રિપ્રેઝેન્ટેશન ઓફ પીપુલ્સ એક્ટ અંતર્ગત 126માં ફેરફારની સંભાવનાઓ પર કામ કરી રહ્યા છે જેનાથી મીડિયા પ્લેટફોર્મની વિવિધતાનો વિસ્તાર કરવામા આવી શકે. 

ઉલ્લેખનીય છે કે ગુગલની નવી વ્યવસ્થા તૈયાર થયા બાદ ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રી-સર્ટિફિકેશન વગર કોઈ પાર્ટી અથવા ઉમેદવારને પ્રચાર સામગ્રી જાહેર કરવી ઈમ્પોસિબલ થશે. હાલના સમયમાં ચૂંટણી પ્રચારની સામગ્રીના સર્ટિફિકેશનનું કામ ચૂંટણીની જવાબદારી છે અને ઈલેક્શન કમિશનની અનુમતી વગર ચૂંટણી માટે પોસ્ટર, બેનર, ફિલ્મ વગેરેને જાહેર ન કરી શકાય. 

 

(8:40 pm IST)