Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમેચમાં વરસાદને લઇ બીજા દીવસની રમત સમાપ્ત જાહેર કરાઈ : ભારત 125/4

ભારત અને ઇંગ્લેન્ડ  વચ્ચે નોટિંગહામના ટ્રેન્ટ બ્રીઝ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. પ્રથમ દિવસની રમતના અંતે ભારતીય ટીમે 21 રનનો સ્કોર કર્યો હતો. ભારતે હજુ 162 રનના સ્કોરને પાર કરવાનો છે. પ્રથમ દિવસ ભારતના પક્ષમાં રહ્યો હતો. રોહિત શર્માઅને કેએલ રાહુલ  બંને પ્રથમ દિવસના અંતે રમતમાં રહ્યા હતા. બંને એ 9-9 રન કર્યા હતા. બંને ઓપનરો રમતને 21 રનના સ્કોર થી આગળ વધારી હતી .

બુધવારે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ભારતીય બોલરો સામે ઇંગ્લેન્ડની બેટીંગ ઇનીંગ મોટો સ્કોર ખડકી શકી નહોતી. આમ ઇંગ્લેન્ડ 183 રનમાં સમેટાયુ હતુ. પ્રથમ દિવસની રમતની શરુઆત કરતા જ ઇંગ્લેન્ડે ઓપનર રોરી બર્ન્સ ની વિકેટ પ્રથમ ઓવરમાં જ શૂન્ય પર ગુમાવી હતી. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનીંગ 183 રને સમેટાઇ હતી. જસપ્રિત બુમરાહે  4 અને શામીએ 3 વિકેટ ઝડપી હતી

(11:02 pm IST)