Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પાલતુ હાથીઓની માવજત કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા માટે મદ્રાસ હાઇકોર્ટ મંદિરો અથવા હાથી ઉદ્યાનોમાં સુનાવણી કરે તેવી શક્યતા : હાથીઓની ખાનગી માલિકીનો અંત લાવવો આવશ્યક હોવાનો અભિપ્રાય કોર્ટે ફરીથી યાદ કરાવ્યો

ચેન્નાઇ : પાલતુ  હાથીઓની માવજત કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા માટે મદ્રાસ હાઇકોર્ટ મંદિરો અથવા હાથી ઉદ્યાનોમાં સુનાવણી કરે તેવી શક્યતા છે. નામદાર કોર્ટે હાથીઓની ખાનગી માલિકીનો અંત લાવવો આવશ્યક હોવાનો અભિપ્રાય ફરીથી યાદ કરાવ્યો હતો.

શ્રીરંગમ રંગનાથસ્વામી મંદિરમાં કેટલાક હાથીઓ સાથે કથિત અમાનવીય વર્તન કરવા બદલ કાર્યકર્તા રંગરાજન નરસિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ન્યાયમૂર્તિ સંજીબ બેનર્જી અને ન્યાયમૂર્તિ પીડી ઓડીકેસવલુની બેન્ચ કરી રહી હતી.

જે દરમિયાન નામદાર કોર્ટે જણાવ્યું હતું કે બેન્ચ હાથી ઉદ્યાનોમાંથી કોઈપણ એકમાં જઈ ત્યાં સુનાવણી કરશે, જેથી હાથીઓની માવજત અંગે જાત તપાસ થઇ શકે.

કોર્ટે ઉમેર્યું હતું કે આવી સુનાવણીમાં અન્ય રસ ધરાવનાર વ્યક્તિઓને પણ આ મુદ્દે પોતાની વાત કહેવાની પરવાનગી આપી શકાય છે.
નામદાર કોર્ટે આ તકે હાથીઓની ખાનગી માલિકીનો અંત લાવવો આવશ્યક હોવાનો અભિપ્રાય ફરીથી યાદ કરાવ્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:19 pm IST)