Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

બંગાળમાં કોવિડ રસીનો પુરવઠો વધારો નહી તો સ્થિતિ ગંભીર બની શકે :મુખ્યમંત્રી મમતા બનેરજીએ લખ્યો પીએમ મોદીને પત્ર

મમતા બેનરજીએ કહ્યુ રાજ્યને તમામ લોકોને રસી લગાવવા માટે કોવિડના 14 કરોડ ડોઝની જરૂર : દરરોજ આપવામાં આવી રહ્યા છે 4 લાખ ડોઝ : 11 લાખ ડોઝ દરરોજ આપવાની ક્ષમતા

નવી દિલ્હી :  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન  મોદીને પત્ર લખ્યો છે અને આ વાતની આશંકા વ્યક્ત કરી છે કે જો જલ્દી રાજ્યમાં કોવિડ રસીનો પુરવઠો ના વધારવામાં આવ્યો તો કોરોના વાયરસની સ્થિતિ ગંભીર રૂપ લઇ શકે છે. મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં વસ્તી વધારો હોવા છતા પશ્ચિમ બંગાળને કોવિડ રસીના ઓછા ડોઝ મળી રહ્યા છે અને વડાપ્રધાનને રસી વધારવાની અપીલ કરી છે. મમતા બેનરજીએ કહ્યુ કે રાજ્યને તમામ લોકોને રસી લગાવવા માટે કોવિડના 14 કરોડ ડોઝની જરૂર છે.

મમતા બેનરજીએ પત્રમાં લખ્યુ, વર્તમાનમાં અમે દરરોજ ચાર લાખ રસી આપી રહ્યા છીએ અને 11 લાખ ડોઝ દરરોજ આપવાની ક્ષમતા છે. છતા પણ વસ્તી વધારે હોવા અને શહેરીકરણનો દર વધુ હોવા છતા અમને ઘણા ઓછા ડોઝ મળી રહ્યા છે.

મમતા બેનરજીએ એવો પણ આરોપ લગાવ્યો કે વડાપ્રધાનને આ મામલે પહેલા પણ કેટલાક પત્ર લખવામાં આવ્યા હતા પરંતુ કેન્દ્ર દ્વારા તેની પર યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવ્યુ નથી. બંગાળના મુખ્યમંત્રીએ કહ્યુ કે, મને એમ કહેતા દુખ છે કે કેન્દ્ર સરકાર અન્ય રાજ્યોને મોટી સંખ્યામાં કોરોનાની રસીના ડોઝ આપે છે. મને બીજા રાજ્યોને વધુ ડોઝ આપવાથી કોઇ સમસ્યા નથી પરંતુ હું બંગાળને વંચિત રાખવામાં આવતા મૂકદર્શક બનીને નથી રહી શકતી.

મુખ્યમંત્રી મમતા બેનરજીએ દાવો કર્યો કે રાજ્યના સતત પ્રયાસને કારણે કોવિડ-19 સંક્રમણ દર ઘટીને 1.57 ટકા થઇ ગયો છે. વધુમાં મમતાએ કહ્યુ, માટે, તમને મારી અપીલ છે કે બંગાળને તેની જરૂરીયાત અનુસાર પુરતા રસીના ડોઝ મળે. સ્વાસ્થ્ય વિભાગના સુત્રોએ જણાવ્યુ કે બુધવાર સુધી બંગાળમાં 3.09 કરોડ લોકોને રસી લગાવવામાં આવી ચુકી છે.

(7:06 pm IST)