Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન ( AAPI ) : ભારતને કોવિદ -19 સહાય માટે 5 મિલિયન ડોલર ઉપરાંત રકમ ભેગી કરી દીધી : એકત્ર કરાયેલી રકમ ભારતની હોસ્પિટલોમાં તબીબી પુરવઠો મોકલવા માટે વપરાશે.

વોશિંગટન : અમેરિકા ખાતેના ભારતીય મૂળના તબીબોના સૌથી મોટા સંગઠન તરીકે સુવિખ્યાત અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન ( AAPI ) એ વતન ભારતમાં કોવિદ -19 સહાય માટે 5 મિલિયન ડોલર ઉપરાંત રકમ ભેગી કરી દીધી છે. આ માટે સેંકડો કલાકો ફેલાવનાર મેમ્બર્સને AAPI પ્રેસિડન્ટ સુશ્રી અનુપમા ગોટીમુકુલાએ બિરદાવ્યા હતા. તથા જણાવ્યું હતું કે એકત્ર કરાયેલી રકમ ભારતની જરૂરી હોસ્પિટલોમાં મહત્વપૂર્ણ તબીબી પુરવઠો વિતરણ કરવા માટે વપરાશે.

AAPI ઇલેકટેડ પ્રેસિડન્ટ ડો.રવિ કોલ્લીએ જણાવ્યું હતું કે  ભારતમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અને વેન્ટિલેટર મોકલવા માટે, તથા મહામારીનો  સામનો કરવા માટે આપણો અથાગ પ્રયાસ ચાલુ છે. આપણે ભારતની જુદી જુદી હોસ્પિટલોમાં ઓક્સિજન જનરેટર પ્લાન્ટ્સ સ્થાપવામાં મદદ કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ.

AAPI રિજિયોનલ ડિરેક્ટર ડો.સુજીત સુજીત પૂનમે જણાવ્યું હતું કે અત્યાર સુધી આપણે ભારતની  45 હોસ્પિટલોને 3,200 કોન્સન્ટ્રેટર્સ, 100 વેન્ટિલેટર અને 100 હાઇ ફ્લો નાસલ કેન્યુલા મશીનો મોકલ્યા છે.
કેટલાક લોકો ભારતમાં રોગચાળાના ત્રીજા  વેવની આગાહી કરે છે તે સંજોગોમાં ભારતના છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સુવિધા પહોંચે તે માટે આપણે કાર્યરત છીએ.

AAPI  સેક્રેટરી ડો.સતીશ કથુલાએ જણાવ્યું હતું કે ભારતના દર્દીઓને  ટેલી-હેલ્થ સેવાઓ મળી રહે તે માટે પણ આપણા પ્રયાસો છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:16 pm IST)