Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ઓગણીસમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર

૧૭ જુલાઇથી ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નથી : મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, લદ્દાખમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ ને પાર

નવી દિલ્હી,તા.૫: સરકારી ઓઇલ કંપનીઓ તરફથી આજે સતત ઓગણીસમા દિવસે પણ પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. ગત મહિનામાં ૧૭ જુલાઈ બાદથી ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, જ્યારે આ દિવસે પેટ્રોલની કિંમત ૨૯થી ૩૦ પૈસા પ્રતિ લીટર વધી હતી. ત્યારબાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર છે. આ ઉપરાંત મહાનગરોમાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં પેટ્રોલ પહેલા જ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરના આંકડાને પાર કરી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. ૪૨ દિવસમાં પેટ્રોલ લગભગ ૧૧.૫૨ રૂપિયા સુધી મોંઘું મળી રહ્યું છે. નોંધનીય છે કે મે મહિનાથી લઈને જુલાઈ સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨ ૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

(3:35 pm IST)