Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કુલ મૃત્યુ આંક ૪,ર૬,ર૯૦ એ પહોંચ્યો

દેશમાં ર૪ કલાકમાં વધુ પ૩૩ દર્દીએ જીવ ગુમાવ્યા

અત્યાર સુધીમાં ૪૮ લાખ ૯૩ હજારથી વધુ વેકસીનના ડોઝ અપાયા, કોરોના રિકવરી રેટ ૯૭.૪ ટકા થયો

નવી દિલ્હી,તા.૫: કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોના આંકડા ચિંતામાં વધારો કરી રહ્યા છે. દેશમાં સતત સંક્રમિતોનો આંક ૪૦ હજારની ઉપર જ રહે છે. આ ઉપરાંત ૨૪ કલાકમાં જીવ ગુમાવનારા કોવિડ દર્દીઓની સંખ્યા પણ ૫૦૦થી વધારે જ નોંધાઈ રહી છે. ગુરૂવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૨,૯૮૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૩૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૮,૧૨,૧૧૪ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૪૮,૯૩,૪૨,૨૯૫ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોવિડરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૯ લાખ ૭૪ હજાર ૭૪૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૧,૭૨૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૪ ટકા છે. હાલમાં ૪,૧૧,૦૭૬ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૬,૨૯૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૪ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૭,૪૮,૯૩,૩૬૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૧૬,૬૪,૦૩૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૫ કેસ નોંધાયા છે.

જેની સામે ૨૮ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૬ યથાવત છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૫ ટકા છે. અત્યાર સુધીમાં ૩,૪૪,૧૯,૫૮૮ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. બુધવારે કુલ ૩,૪૩,૧૮૭ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. ગુજરાતમાં હાલમાં ફક્ત ૨૧૩ એક્ટિવ કેસ છે આ પૈકીના ૦૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ફક્ત રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૮,૧૪, ૬૬૫ કેસ ડિસ્ચાર્જ થઈ જશે. રાજ્યમાં કુલ ૧૦૦૭૬ મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી એક પણ મોત થયું નથી.

(3:32 pm IST)