Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

હોકી ટીમની આ જીતથી ભારત પ્રફુલ્લીત, પ્રેરીત અને ગર્વિત થયું

નરેન્દ્રભાઇએ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સાથે વાત કરી : પીએમ મોદીએ કહ્યું ટોકયોમાં હોકી ટીમની શાનદાર જીત આખા દેશ માટે ગર્વની ક્ષણ છે, આ નવુ ભારત છે, આત્મવિશ્વાસથી ભરેલુ ભારત છે

નવી દિલ્હીઃ ઓલિમ્પિકમાં ભારતે ૪૧ વર્ષ બાદ કોઈ મેડલ જીત્યો છે. આ ઐતિહાસિક ઉપલબ્ધિ પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આખી ટીમને અભિનંદન આપ્યા છે. મોદીએ ફોન પર ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સાથે વાત કરી. તેમણે કહ્યું કે,' તમે ઇતિહાસ રચ્યો છે.' આજે મનપ્રીતનો અવાજ ઊંચો અને સ્પષ્ટ છે, જ્યારે એ દિવસે (જ્યારે ભારત બેલ્જિયમથી હાર્યું હતું) થોડોક ધીમો હતો. મનપ્રીતે ટીમનો ઉત્સાહ વધારવા માટે પીએમ મોદીનો આભાર માન્યો.

 નરેન્દ્રભાઇએ બ્રોન્ઝ મેડલ જીતવા પર અભિનંદન આપતા હેડ કોચ ગ્રાહમ રીડ અને આસિસ્ટન્ટ કોચ પીયૂષ દુબે સાથે પણ વાત કરી.  એક ટ્વીટમાં કહ્યું હતું કે, હૉકી ટીમની આ જીતથી ભારત પ્રફુલ્લિત, પ્રેરિત અને ગર્વિત થયું છે. પીએમ મોદીએ અભિનંદન પાઠવતા પોતાના સંદેશમાં લખ્યું કે, ટોક્યોમાં હૉકી ટીમની શાનદાર જીત આખા દેશ માટે ગર્વની ક્ષણ છે. આ નવું ભારત છે, આત્મવિશ્વાસથી ભરેલું ભારત છે. હૉકી ટીમને ફરીથી પુષ્કળ અભિનંદન અને શુભકામનાઓ.

(3:31 pm IST)