Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

જયાંથી કોરોનાની થઈ શરૂઆત ત્યાંથી ચિંતાજનક સમાચારઃ આખું શહેર સીલ : ચીનમાં હાઇઅલર્ટઃ સરકાર સંક્રમણ રોકવા એકશન મોડમાં

લોકોને શહેરની બહાર ન નીકળવા સૂચના આપી દેવામાં આવી છે

બીજીંગ, તા.૫: ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે હવે ફરી વખત ચીનમાં તેનું માથુ ઉચકયું છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીયા દ્યણા કેસ નોંધાયા છે. જેના કારણે ઝાંગજિયાજેઈ શહેરને સીલ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ વુહાનમાં પણ કોરોનાના ઢગલો કેસ નોંધાઈ રહ્યા છે. જેના કારણે અહીયા સ્કૂલ , કોચિંગ અને મેટ્રો જેવી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

સરકાર દ્વારા ચીનના દરેક નાગરીકને સૂચના આપવામાં આવી છે કે લોકો માસ્ક ફરજિયાત લગાવીને બહાર નીકળે. સાથેજ લોકોને ચુસ્ત પણે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા પણ સૂંચના આપી દેવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાકમાં અહીયા ૭૧ કેસ નોંધાયા છે. જેમા ચીનના કુલ ૧૭ જિલ્લાઓમાં સંક્રમણના કેસ નોંધાયા છે. જોકે અડધા કેસ તો જિયાગ્શું પ્રાંતમાં નોંધાયા છે. વુહાનમાં ડિસેમ્બર ૨૦૧૯દ્ગક્ન રોજ પહેલો કોરોનાનો કેસ નોંધાયો હતો. અને હવે ફરી વખત અહીયા કોરોનાના કેસ એકાએક વધ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને જે પણ લોકો પોઝિટીવ આવી રહ્યા છે. તે લોકોમાં મોટા ભાગે ડેલ્ટા વેરિએંટ જોવા મળી રહ્યો છે. ઝાંગજિયાજેઈ શહેરમાં ખાસ કરીને સંક્રમણનું પ્રમાણ વધતું જતું જોવા મળી રહ્યું છે. જેના કારણે સ્થાનિક તંત્ર દ્વારા રિવવારે આ શહેરને સીલ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઝાંગજિયાજેઈ શેહરમાં સ્થાનિકો કે પર્યટકો હાલ શહેર છોડીને બહાર ન જઈ શકે તેવી સ્થિતી સર્જાઈ છે. સાથેજ સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. આ શહેરમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે.

(3:27 pm IST)