Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

સેન્સેક્સ-નિફ્ટીએ વધુ એક ઓલ ટાઈમ હાઈ બનાવ્યો

કુમાર મંગલમે હોદ્દો છોડતાં વીઆઈના શેરોમાં ગિરાવટ : ગુરૂવારે સેન્સેક્સના શેરોમાં આશરે ચાર ટકાની તેજી સાથે સર્વાધિક લાભ ભારતી એરટેલના શેરને થયો

મુંબઈ, તા. : બીએસઈ સેન્સેક્સે ગુરુવારે ફરી એખ વખત ઓલ ટીમ હાઈ બનાવ્યો. સેન્સેક્સ ૫૪,૭૧૭.૨૪ પોઈન્ટનો હાઈ બનાવીને ૧૨૩ પોઈન્ટ ઉપર ૫૪,૪૯૨.૮૪ પોઈન્ટ પર બંધ થયો હતો. બુધવારે પણ સેન્સેક્સે ૫૪,૩૬૯ પોઈન્ટનું ઉચ્ચ સ્તર સ્પર્શ્યું હતું. ભારતી એરટેલના શેરોમાં સૌથી વધુ . ટકાનો ઊછાળો નોંધાયો હતો. પછી આઈટીસી .૧૪ ટકા, ટેકકેમ .૫૫ ટકા, ટાટા સ્ટીલ .૧૫ ટકા ચઢ્યો હતો. નિફ્ટી પણ ૩૫ પોઈન્ટની તેજી સાથે ૧૬,૨૯૪ પોઈન્ટના નવા હાઈ પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન નિફ્ટી ૫૦ ઈન્ડેક્સે ૧૬,૩૪૯. પોઈન્ટનો ઓલ ટાઈમ હાઈ સ્તર સ્પર્શ્યો હતો. બજારના મોચા સમાચાર કુમાર મંગલમ બિરલાના બિન-કાર્યકારી અધ્યક્ષપદેથી હટી જવાની રહી. આનાથી ગુરુવારે વોડાફોન આઈડિયાના શેરોમાં ગિરાવટ જોવા મળી. બિરલાએ કંપનીને ચાલુ રાખવા માટે દેવામાં ડૂબેલી કંપનીને પોતાની હિસ્સેદારી સરકારી સંસ્થાઓને સોંપવાની રજૂઆત બાદ છેલ્લા ત્રમ દિવસોથી તેના શેરોમાં ગિરાવટ નોંધાઈ હતી.

સેન્સેક્સના શેરોમાં આશરે ચાર ટકાની તેજી સાથે સર્વાધિક લાભ ભારતી એરટેલના શેરને થયો. ઉપરાંત આઈટીસી, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને એચસીએલ ટેકમાં પણ સારી તેજી રહી. બીજી બાજુ ગિરાવટ વાળા શેરોમાં પણ ભારતીય સ્ટેટ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ અને આઈસીઆઈસીઆઈ બેક્ન સામેલ છે. રિલાયન્સ સિક્યોરિટીસની રણનીતિ પ્રમુખ વિનોદ મોદીએ કહ્યું કે આઈટી અને ધાતુના શેરોમાં તેજીથી સ્થાનિક માનક સૂચકાંકોમાં મજબૂતી જળવાઈ રહી અને તે નવી ઊંચાઈ પર પહોંચી ગયા. ઉપરાંત દૈનિક ઉપયોગનો સામાન બનાવનારી કંપનીઓ (એફએમસીજી) અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસના શેરોમાં તેજીથી બજારને સમર્થન મળ્યું હતું. તેમણે કહ્યું કે જોકે તેજી કોઈ ચારે બાજુથી રહી નહતી અને મધ્યમ અને નાની કંપનીઓના શેરોમાં નફા વસૂલાત જોવા મળી. બન્ને સૂચકાંકો (મિડ કેપ અને સ્મોલ કેપ)માં સતત ત્રીજા દિવસે ગિરાવટ રહી.

(8:00 pm IST)