Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ

લગ્નમાં પડી આકાશી વીજળી : ૧૭ લોકોના મોત

થોડીક જ સેકન્ડમાં આકાશી વીજળીએ બધું બર્બાદ કરી દીધું : દુર્ધટનામાં દુલ્હો પણ ઘાયલ થયો : જે સમયે દર્ઘટના ઘટી ત્યારે લગ્નની પાર્ટીમાં દુલ્હન હાજર ન્હોતી

ઢાંકા,તા.૫: બાંગ્લાદેશમાં એક લગ્ન સમારોહમાં આકાશીય વીજળી પડતા હાહાકાર મચી ગયો હતો. વીજળીએ એવો કહેર વર્તાવ્યો કે પલભરમાં ખુશીનો આ અવરસ માતમમાં ફેરવાયો હતો. આ દર્દનાક ઘટનામાં ૧૭ લોકોના મોત નીપજયા હતા જયારે અનેક લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે આ ઘટના બાંગ્લાદેશના ચપૈનવાબગંજ જિલ્લાના શિવગંજની છે. અહીં નદીમાં તરતી બોટમાં એક વ્યકિતના લગ્નની પાર્ટી ચાલી રહી હતી. પાર્ટીમાં સેંકડો લોકો આવેલા હતા અને હસી ખુશીનો માહોલ છવાયેલો હતો અને લોકો એન્જોય કરી રહ્યા હતા.

પરંતુ આ દરમિયાન મોસમ ખરાબ થાય છે અને વરસાદ થવા લાગે છે અને વરસાદથી બચવા માટે લોકો સહારો લેવા માટે લોકો બોટને છોડીને નદી કિનારે જવા લાગ્યા હતા. આ વચ્ચે તમામ કૂદરતી આફતનો શિકાર બની ગયા હતા.

વરસાદ વચ્ચે આકાશીય વીજળી પડવાથી અનેક લોકો આની ચપેટમાં આવી ગયા હતા. ક્ષણવારમાં જ ૧૭ લોકોના દર્દનાક મોત થયા હતા. અને આકાશીય વીજળીના કારણે દાઝી જવાથી અનેક લોકોની હાલત ગંભીર હતી.

થોડીક જ સેકન્ડમાં આકાશી વીજળીએ બધું બર્બાદ કરી દીધું હતું. દુર્ઘટનામાં દુલ્હો પણ ઘાયલ થયો હતો. સ્થાનિક અધિકારીના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકો વાવાઝોડા અને વરસાદથી બચવા માટે બોટને છોડીને કિનારા ઉપર આવ્યા હતા ત્યારે વીજળી પડી હતી. જે સમયે દુર્ઘટના ઘટી ત્યારે લગ્નની પાર્ટીમાં દુલ્હન હાજર ન્હોતી. જોકે, આ સમયે વીજળી પડવાથી ૧૭ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે વીજળી પડવાથી સેંકડો લોકોના મોત નીપજે છે. આ વર્ષે ભારે ચોમાસું વાવાઝોડાએ દસ્તક દીધી છે. ગત વર્ષે કોકસ વજારમાં દક્ષિણપૂર્વી જિલ્લામાં એક સપ્તાહ મૂસળધાર વરસાદ પડ્યો હતો જેમાં આશરે ૨૦ લોકોના મોત નીપજયા હતા.

(10:30 am IST)