Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

યુપીમાં મુસ્લિમ દંપતિ 12 વર્ષ બાદ ઇસ્લામ છોડીને હિન્દૂ બન્યા :કહ્યું- હિંદુ બનીને અમારી ભૂલ સુધારી

દંપતીએ શામલી કલેક્ટર કચેરીએ પહોંચ્યું અને અધિકારીઓને સોગંદનામું આપ્યું

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં એક મુસ્લિમ દંપતી અને તેમના ચાર બાળકોએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે. દંપતી શામલી કલેક્ટર કચેરીએ પહોંચ્યું અને અધિકારીઓને સોગંદનામું આપ્યું અને કહ્યું કે તેઓ હવે રાશિદથી વિકાસ અને મંજુ બાનોથી સંજુ નામ બદલીને હિન્દુ ધર્મમાં પાછા ફર્યા છે.

આ દંપતીનું કહેવું છે કે તેમના માતા-પિતાએ 12 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો, પરંતુ તેઓ હવે મુસ્લિમ ધર્મમાં રહેવા માંગતા નથી, તેથી તેઓ હિન્દુ ધર્મ અપનાવી રહ્યા છે. બંનેએ પોતાને પતિ અને પત્ની તરીકે જણાવતા એક અધિકારીને સોગંદનામું રજૂ કર્યું. રશીદે કહ્યું કે 12-13 વર્ષ પહેલા તેના માતા-પિતાએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો, પરંતુ તે મુસ્લિમ રહેવા માંગતો નથી તેથી તેણે પોતાનું નામ રાશિદથી બદલીને વિકાસ રાખ્યું છે.

રશીદ ઉર્ફે વિકાસએ જણાવ્યું કે તેની પત્ની મંજુ દેવી અને તેના ચાર બાળકો હિન્દુ ધર્મમાં પાછા ફર્યા છે.

રશીદે કહ્યું કે તેના માતા -પિતાએ ક્યારે ધર્મ અંગીકાર કર્યો તે તેને સમજાયું નહીં પરંતુ હવે તે પોતાની ભૂલ સુધારીને હિન્દુ ધર્મમાં પરત ફરી રહ્યો છે. રશીદ ઉર્ફે વિકાસએ કહ્યું કે તે આ મામલે શામલીના SDM ને પણ મળ્યો હતો, પરંતુ ઉમેર્યું હતું કે આ મામલો કોર્ટમાં લઈ જવો પડશે.

રશીદે કહ્યું કે તેના પર કોઈ દબાણ નથી અને તે ઈસ્લામ છોડીને પોતાની સ્વતંત્ર ઈચ્છાથી હિન્દુ ધર્મમાં પરત ફરવા માંગે છે. તે જ સમયે, રશીદની પત્ની મંજુએ કહ્યું કે જ્યારે તેઓ લગ્ન કર્યા ત્યારે તે બધા હિંદુ હતા, પરંતુ બાદમાં તેમના સસરાએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો.

 

(1:12 am IST)