Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રાજકોટમાં તોફાની પવન સાથે ભારે વરસાદ : અડધી કલાકમાં દોઢ ઇંચ ખાબક્યો ; અનેક વૃક્ષો ધારાસયી : કેટલાય વિસ્તારોમાં વીજળીગૂલ : પોપટપરા નાલામાં પાણી ભરાયા : સોરઠીયા વાડી નજીક રીક્ષા પર ઝાડ તૂટી પડતા એકતરફ્નો રસ્તો બંધ : રેસ્ક્યુ ટીમો દોડાવાઈ

રાજકોટ : રાજકોટમાં રાત્રે આઠ વાગ્યે તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો રાત્રે 8 થી 8-30 સુધીમાં  અડધી કલાકમાં દોઢ ઇંચ ખાબક્યો હતો શહેરમાં  અનેક વૃક્ષો ધારાસયી થયા છે સાથે કેટલાય વિસ્તારોમાં વીજળીગૂલ થઇ છે પોપટપરા નાલામાં પાણી ભરાયા છે સોરઠીયા વાડી  નજીક રીક્ષા પર ઝાડ તૂટી પડતા એકતરફ્નો રસ્તો બંધ કર્યો છે આસપાસની શેરીઓમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે  મિની વાવાઝોડા થી 20થી વધુ જગ્યા એ ઝાડ પડતા રેસ્ક્યુ ટિમો દોડાવાઈ છે શહેરના ઢેબર રોડ(સાઉથ),સત્યનારાયણ પાર્ક વિસ્તારમાં 3 થાંભલાઓ અને વૃક્ષો પડી જતા લતાઓમાં લાઈટ ગુલ થઇ છે અને રસ્તાઓ બોલક થયા છે

(9:37 pm IST)