Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

H-1B વિઝાના વર્કર્સને નોકરી પર નહીં રાખી શકાય

ભારતીયોને ટ્રમ્પનો એક ઓર ઝાટકો : અમેરિકી પ્રમુખ ટ્રમ્પના નિર્ણયોને નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે

વોશિંગ્ટન, તા. ૫ : અમેરિકામાં નોકરીનું સપનું જોઇ રહેલા ભારતીયોને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ઝાટકા આપી રહ્યા છે. તેમણે હવે H-1B વિઝા અંગે એક નવો કાર્યકારી આદેશ જારી કર્યો છે, જે અંતર્ગત અમેરિકાની ફેડરલ એજન્સીઓ H-1B વિઝા પર હાયરિંગ નહીં કરી શકે. ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર સહી-સિક્કા કર્યા છે, જેમાં જણાવાયું છે કે અમેરિકી ફેડરલ એજન્સીઓ વિદેશી-ખાસ કરીને H-1B વિઝા પર અમેરિકા આવતા વર્કર્સને કોન્ટ્રાક્ટ કે સબ-કોન્ટ્રાક્ટ પર નોકરી પર નહીં રાખી શકે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસની તેમનીઓવલ ઓફિસમાં આ આદેશ પર સહી-સિક્કા કરતા પહેલાં મીડિયા સમક્ષ કહ્યું, આજે હું એક કાર્યકારી આદેશ પર સહી કરી રહ્યો છું, જેથી એ સુનિશ્ચિત થઇ શકે કે ફેડરલ સરકાર એક સરળ નિયમ પર ચાલશે- અમેરિકી નાગરિક સૌથી ઉપર. ટ્રમ્પે આ અગાઉ ગત ૨૩ જૂને એક આદેશમાં H-1B સહિત અન્ય ઘણા ફોરેન વર્ક વિઝા ડિસેમ્બર, ૨૦૨૦ સુધી રદ કરી દીધા હતા. ટ્રમ્પના આ નિર્ણયોને નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે ઁ-૧મ્ વિઝાની ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માગ રહે છે. H-1B વિઝા એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે અંતર્ગત કંપનીઓ થિયોરિકલ કે ટેક્નિકલ સ્કિલ ધરાવતા વિદેશી પ્રોફેશનલ્સને નોકરી પર રાખી શકે છે. આ વિઝા હેઠળ અમેરિકી કંપનીઓ દર વર્ષે હજારો ભારતીયોને નોકરી આપે છે.

(9:19 pm IST)