Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ચોવીસ કલાકમાં કોરોનાના ૫૨૫૦૯ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોના મહામારીનો ફૂંફાડો જારી

નવી દિલ્હી, તા. ૫ : દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૫૨,૫૦૯ નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા હવે ૧૯,૦૮,૨૫૫ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં આ જીવલેણ બીમારીને કારણે ૮૫૭ દર્દીઓના મોત થયા છે અને મૃત્યુંઆંક વધીને ૩૯,૭૯૫ પર પહોંચી ગયો છે. અત્યાર સુધી કુલ ૧૨,૮૨,૨૧૬ દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા અમેરિકા અને બ્રાઝીલની જેમ સતત વધી રહી છે. બ્રાઝીલમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કુલ ૫૧,૬૦૩ નવા કેસ નોંધાયા છે સાથે જ કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા ૨૮ લાખને પાર પહોંચી ગઈ છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં આ મહામારીને કારણે ૧૧૫૪ લોકોના મોત થયા છે આ સાથે જ મૃત્યુઆંક ૯૫ હજારને પાર પહોંચી ગયો છે.

(9:16 pm IST)