Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

વડાપ્રધાન મોદી ધોતી-કુર્તામાં ખાસ અંદાજમાં જોવા મળ્યા

રામલલાની પૂજા માટે મોદીએ પારંપારિક વસ્ત્ર પહેર્યા : પીતાબંરી ધોતી અને સોનેરી કુર્તો ખાસ પસંદ કર્યો હતો

અયોધ્યા, તા. ૫ : આજના ઐતિહાસિક દિવસે પીએમ મોદીએ પારંપરિક ધોતી કર્તો પહેરવાનુ પસંદ કર્યુ હતું પીએમ મોદીએ ગોલ્ડન યલો રંગનો કુર્તો પહેર્યો હતો. ધાર્મિક કાર્યોમાં પીળો રંગ ઘણો શુભ માનવામાં આવે છે. રામલલાની પૂજા માટે પીએમ મોદીએ ખાસ પારંપરિક પીતાંબરી ધોતી અને સોનેરી કુર્તો પસંદ કર્યો હતો. હિંદુ ધર્મમાં કોઈ પણ પૂજા પાઠ માટે આને ખૂબ પવિત્ર માનવામાં આવે છે.

પીએમ મોદી જ્યારે પણ મંદિર દર્શન માટે જાય છે ત્યારે પારંપરિક પરિધાનને જ પ્રાથમિકતા આપે છે. આ સાથે જ તેમના વસ્ત્રોમાં સ્થાનિક સંસ્કૃતિની છાપ પણ જોવા મળે છે. દક્ષિણ ભારતના મંદિરમાં દર્શન કરતા સમયે પીએમ મોદી ધોતી પહેરીને જોવા મળ્યા. પીએમ મોદી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૯એ કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિર ગયા હતા. આ દરમિયાન તેમણે ત્યાં પારંપરિક અંગવસ્ત્ર પણ પહેર્યા હતા. પીએમ મોદી ૨૦૧૭માં ૧૦માં શીખ ગુરૂ, ગુરૂ ગોવિંદ સિંહના ૩૫૦માં પ્રકાશ પર્વના સમાપન સમારોહમાં સામેલ થવા માટે પટના સાહિબ ગયા હતા. આ દરમિયાન તેમણે કુર્તો પાયઝામો સાથે માથા પર ભગવા રંગની પાઘડી પણ પહેરી રાખી હતી.

(9:15 pm IST)