Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

" દુનિયા ઝૂકતી હૈ ,ઝૂકાનેવાલા ચાહીએ " : પત્નીને વશ કરવી છે ? : તો અમારા મંત્રેલા તાવીજ પહેરો : ખાસ પ્રકારનો પ્રસાદ આરોગો : પીડિત પતિઓને ખાસ પ્રકારના તાવીજ અને પ્રસાદ આપી લૂંટતો મધ્યપ્રદેશનો તાંત્રિક પકડાયો : પોતાને હનુમાનજીનો અવતાર ગણાવતા ઢોંગી બાબા ધર્મેન્દ્ર દાસ પાસેથી 2 કિલો ગાંજો પકડાયો

નરસિંહપુર : દુનિયા ઝૂકતી હૈ ,ઝૂકાનેવાલા ચાહીએ ઉક્તિને મધ્યપ્રદેશના એક ઢોંગી બાબાએ સાચી પુરવાર કરી બતાવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં પોતાને હનુમાનજીનો અવતાર ગણાવી તેની આડમાં ગાંજાનો વેપાર કરતો ઢોગી બાબા ધર્મેન્દ્ર દાસ 2 કિલો જેટલા ગાંજાના જથ્થા સાથે પકડાઈ ગયો છે.
ઉટાંગ પટાંગ તાંત્રિક ક્રિયાઓ કરી આ બાબા પીડિત પતિઓને પત્ની ઉપર વશીકરણ કરવાની ખાસ દવા આપતો હતો તેમજ મંત્રેલું તાવીજ બાંધી આપતો હતો.તેની ખાસ પ્રકારની દવા ખાનારનું મગજ કામ કરતું બંધ થઇ જતું હતું.
આ બાબા વિરુદ્ધ પોલીસ તંત્રને અનેક ફરિયાદો મળતા ખાનગી રહે તપાસ શરૂ કરી હતી.આ બાબા તેના ચેલાઓ દ્વારા ભ્રામક પ્રચાર કરાવતો હતો અને સ્ત્રીઓને પણ લલચાવી તેની સાથે દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદો પણ પોલીસ ડિપાર્ટમેન્ટને મળી હતી.જેના અનુસંધાને તેની ધરપકડ કરાતા તેની પાસેથી 2 કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડાયો હતો.તેના સાગરીતોની પણ શોધખોળ થઇ રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:07 pm IST)