Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

બાબરી મસ્‍જીદ હતી, છે અને રહેશે ઇંશા અલ્લાહઃ શ્રીરામ મંદિર ભૂમિપૂજન પહેલા અસદુદ્દીન ઓવૈસીએ ઝેર ઓક્‍યુ

અયોધ્યા: અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભૂમિ પૂજનથી થોડા કલાકો પહેલાં AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ઝેરી ઓક્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ અયોધ્યામાં મંદિર નિર્માણના નિર્ણયને લઇને બહુસંખ્યક તુષ્ટિકરણ ગણાવતાં વિરોધ કર્યો. ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું કે બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે ઇંશા અલ્લાહ.

તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાના મુદ્દે આ નિર્ણય બાદથી અસદુદ્દીન ઓવૈસી અલગ-અલગ અવસર પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઓવૈસીના અનુસાર એકવાર જ્યાં મસ્જિદ તામીર થઇ જાય છે. તે હંમેશા મસ્જિદ જ રહે છે. તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરી ન શકાય. ઓવૈસીએ આરોપ લગાવ્યો છે કે આ નિર્ણય બહુસંખ્યકોને ખુશ કરવા માટે કરવામાં આવ્યો હતો. 

શ્રી અયોધ્યા તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જ્યારે મંદિર નિર્માણ શરૂ કરવા માટે 5 ઓગસ્ટના રોજ તારીખ નક્કી કરી હતી જે અસદુદ્દીન ઓવૈસી એકવાર ફરી સક્રિય થયા છે. મીડિયાના અલગ-અલગ જુથ સાથે વાતચીત કરતાં તે સતત પીએમ મોદીના આ કાર્યક્રમમાં સામેલ ન થવાની અપીલ કરી રહ્યા હતા. ઓવૈસીના અનુસાર ભારત એક સેક્યુલર દેશ છે અને અહીં સંવૈધાનિક પદ પર બેઠ્યા છે કોઇપણ વ્યક્તિ પણ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઇ ન શકે. ઓવૈસીનું કહેવું હતું કે આમ કરવાથી દેશનું સંવિધાન ખતરામાં પડી જશે.

તેમની અપીલ પર સરકારે કોઇ ધ્યાન ન આપ્યું અને પીએમનો અયોધ્યાનો કાર્યક્રમ ફાઇનલ થઇ ગયો છે. તેનાથી ક્રોધે ભરાયેલા ભૂમિ પૂજનના થોડા કલાકો પહેલાં ઝેર ઓકતાં બાબરી મસ્જિદ માટે એકવાર ફરી પોતાનો પ્રેમ દાખવ્યો. ઓવૈસીએ કહ્યું કે બાબરી મસ્જિદ હતી, છે અને હંમેશા રહેશે ઇંશા અલ્લાહ.

ઓવૈસી પહેલાં ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સલ લો બોર્ડ (AIMPLB) એ પણ ટ્વિટ કરી ઝેર ઓક્યું. AIMPLB એ પોતાના ટ્વિટમાં કહ્યું કે 'બાબરી મસ્જિદ હતી અને હંમેશા એક મસ્જિદ રહેશે. મુસ્લિમ પર્સનલ બોર્ડે કહ્યું કે તુર્કીની હાગિયા સોફિયા મસ્જિદ આપણા માટે સારું ઉદાહરણ છે. અન્યાયપૂર્ણ, દમનકારી, શરમજનક અને બહુસંખ્યક તુષ્ટિકરણના આધારે ભૂમિનું પુનર્નિધારણ નિર્ણય તેને બદલી ન શકાય. દિલ તોટવાની જરૂર નથી. સ્થિતિ હંમેશા માટે રહેતી નથી.

(5:14 pm IST)