Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

લોકડાઉન બન્યું ઉપચારકઃ હૃદયરોગના કેસોમાં ૬૦%નો ઘટાડો

કોરોના કાળમાં ૬૦ % સુધી હાર્ટ એટેકના બનાવો ઘટયા છે.વૈશ્વિક સ્તરે આ આંકડામાં ૭૦% સુધીનો સુધારો નોંધવામાં આવ્યો છે.

 રાજકોટઃ કોરોનાની સારી બાજુ જો જોવામાં આવે તો અનેક સારી બાબતો સમગ્ર વિશ્વમાં નોંધાઈ છે  'જેમકે હવા પ્રદુષણ,અવાજ પ્રદુષણ, ઓછું થયું જેના લીધે પર્યાવરણની શુદ્ઘિ થઇ છે. દેશ દુનિયાની કેટલીક નદીઓ એવી છે કે જેને ચોખ્ખી જોવા માટે કદાચ બીજો જન્મ લેવો પડે પણ કોરોનને લીધે આ જન્મમાં જ શકય બન્યું છે. બીજી તરફ જો સામાજિક સંબંધોની વાત કરીએ તો કોરોને લોકોને ઘરમાં લોક કરી દીધા હતા. જેના લીધે. પરિવારને એકસાથે રહેવાનો સમય મળ્યો કેટલાક લોકો ધારે તો પણ એવો સમય લાવી ન શકે તે કામ કોરોના એ કરો બતાવ્યું હતું.

ભારતમાં લોકડાઉનથી ઉભી થયેલ સ્થિતિને પગલે અનેક ફાયદા થયા છે. લોકોની જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે. ખાનપાનમાં ફેરફાર આવ્યો છે. લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા  છે. બદલાયેલી આદતોના લીધે અને વાયુ પ્રદુષણ ઓછું થયું છે જેના લીધે દેશમાં હૃદયરોગના દર્દીઓ ઓછા થયા છે. એઇમ્સ સફદરગંજ હોસ્પિટલ અને બેંગ્લોરના જયદેવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોવેસ્કયુલર સાયન્સીઝ એન્ડ રિસર્ચ જેવા સેન્ટરો એ લોકડાઉન સમયે ૩ મહિનામાં હૃદયરોગના હુમલાના ૫૦ થી ૬૦ %દર્દીઓ ઘટ્યા છે જો આ આંકડાની વૈશ્વિક સ્તરે વાત કરીએ તો આ આંકડો ૭૦ % સુધી કહી શકાયમ આ અંક સામે આવતા ડોકટરો પણ શોધવા લાગ્યા કે હકીકતમાં એવું થવા પાછળ કારણ શું! એવું શું થયું કે એકાએક હૃદયરોગના હુમલા માં અડધા જેટલો ઘટાડો થયો.

જયદેવ ઇન્સ્ટિટ્યૂટના નિર્દેશક ડો.સી.એન.મંજુનાથ જણાવે છે કે આ કારણમાં સૌથી મોટું કારણ વાયુ પ્રદુષણ, અને તનાવ છે. આ સમય દરમ્યાન સિગરેટ, ગુટખા અને દારૂ મળતા નહતા જે હૃદયરોગી માટે આશીર્વાદ સમાન સાબિત થયું છે. હાર્ટ એટેકનું જોખમ ૩ થી ૫ ગણું ઓછું થવા પામ્યું છે. ડો.મંજુનાથ જણાવે છે કે એનું કારણ સ્વચ્છ હવા,ખાનપાનમાં સુધારો, બદલાયેલી જીવનશૈલી, સકારાત્મક વિચારો, અને લોકોની સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધુ જવાબદાર છે. હૃદયરોગની બીમારીથી બચવા માટે યોગ અને ખાસ પ્રકારની દવાઓથી હૃદયરોગથી બચી શકાય છે.

  સ્વાસ્થ રહેવા માટે અનિવાર્ય

ફોર્ટીઝ હોસ્પિટલમાં કાર્ડીઓલોજી વિભાગના નિદેશક ડો. રાજપાલ સિંહ જણાવે છે કે શારીરિક શ્રમમાં ઘટાડો, હવાનું ગુણવત્ત્।ા, દારૂ, સ્મોકિંગ,વગેરે થી દૂર, યોગ ને વ્યાયામ ઘરનું પૌષ્ટિક ખાનપાન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આટલી વસ્તુ કરવાથી યુવાનોને પણ હૃદયરોગથી બચાવી શકાય છે.

 પરિવાર સાથે રહેવાથી ઓછો થયો તનાવ

 કોરોના વાયરસના લીધે લોકોને ઘરમાં બંધ કરી દીધા હતા એવામાં અપરિવાર સાથે વધુને વધુ સમય આપવાનો બન્યો છે. જે લોકોની જીવનશૈલી યંત્રવત્ત્। બની ગયો હતી તેઓ માટે એક સાથે પરિવાર માટે એટલો સમય એવો શકય જ નહતો એવા લોકો માટે કોરોના એક ખુશી લઈને આવ્યો હતો.

પરિવાર સાથે વધુ રહેવાથી લોકોમાં તણાવની સ્થતિ ઓછી થવા પામી છે. કોરોનાને કારણે લોકો હળવા હાર્ટએટેકની ઘટનાને ગંભીરતાથી લેતા નથી જે જીવલેણ સાબિત થઇ શકે છે. ડો.રંજન શેટ્ટી હૃદયરોગ વિભાગના પ્રમુખ મણિપાલ હોસ્પિટલ

  લોકડાઉન  બાદ લોકોને  વધ્યો તણાવ

 લોકડાઉન  ખુલતા જ લોકોમાં ફરી પહેલા જેવી તણાવ જોવા મળ્યો છે. ધીમે ધીમે હવે ફરી હૃદયરોગના બનાવો વધવાની શકયતા જોવાઈ છે. નિષ્ણાંતોના કહ્યા અનુસાર દારૂ, ધુમ્રપાન, વાયુ પ્રદુષણ થી દૂર રહેવા માટેની સલાહ આપવામાં આવે છે. સાથે કોરોનાના સમય અપહેલા અને પછી હૃદયના સ્વાસ્થ્ય માટેના રિસર્ચ થવા લાગ્યા છે.

(4:52 pm IST)