Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કાયદાનું પુરેપુરૂ માન જાળવીને મંદિર નિર્માણનો નિર્ણય લેવાયો

રામ મંદિરનું નિર્માણ એ જ અશોક સિંઘલજીનું સ્વપ્ન હતુ : અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંઘલ કહે છે મારા કાકા કહેતા ધૈર્ય રાખો ભગવાન શ્રીરામના આર્શીવાદથી બધુ જ સારૂ થશે, મંદિર નિર્માણને કોઇ જીત કે હારના સ્વરૂપે ન જોવુ જોઇએ

અયોધ્યાઃ તા.૫, શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણનું આજે ભૂમિપૂજન થયુ હતુ. જેમાં ગઈકાલ રાત થી જ અયોધ્યા સૂતું નથી,  જયારથી રામમંદિર નિર્માણની વાત ચાલતી હતી ત્યારથી જ અયોધ્યા નગરી શાંતિની ઊંદ્ય નથી લઇ શકયું અનેક વિવાદ બાદ આખરે હવે રામમંદિર નિર્માણની શુભ દ્યડી આવી ચુકી છે. તેવામાં ભવ્યાતિભવ્ય રામ મંદિર નિર્માણની વાતો દેશ અને દુનિયાના રામભકતો માટે અતિ હર્ષનો અવસર છે. બનવા જનાર રામમંદિરની ખાસિયતો અનેક છે.જેના લીધે વિશ્વનું ૩જા નંબરનું વિશાળ મંદિર બનવા જનાર છે.

 શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણના કેટલાક પ્રભારીમાં અશોક સિંદ્યલનું નામ પ્રથમ આવે છે. જેમના ભત્રીજા આજે રામજન્મભૂમિ મંદિર ભૂમિપૂજનમાં મુખ્ય મહેમાન બન્યા હતા.  અશોક સિંદ્યલ ૨૦ થી વધુ વર્ષો સુધી ઼હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ (VHP )ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ અને અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલનના પ્રભારી રહ્યાં. ડિસેમ્બર ૨૦૧૧ માં તેમની શારીરિક અસ્વસ્થ્યતા ને લીધે લાંબા ગાળાના પગલે તેમને વી.હી.પ.માં બદલી કરવામાં આવ્યા હતા.

સિંદ્યલનો જન્મ આગ્રામાં થયો હતો. તેમના પિતા સરકારી અધિકારી હતા. તે યુપી પોલીસ અને ભાજપના રાજયસભાના સાંસદ બી.પી.સિંદ્યલના ભાઈ હતા.  શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણનું આજે ભૂમિપૂજન છે ત્યારે અશોક સિંદ્યલના જીવનનો ઉદેશ પૂર્ણ થવા જનાર છે ત્યારે તે સદેહે અયોધ્યા નથી આવી શકે તેમ આથી તેમના ભત્રીજા સલિલ સિંદ્યલ શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણના  ભૂમિપૂજન માટે મુખ્ય મહેમાન બન્યા છે. સલિલ સિંદ્યલે જણાવ્યું કે જે લોકો જયાં છે ત્યાં થી પણ શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણના ભૂમિપૂજનમાં ભાગીદાર બન્યા છે રામલલ્લા  સૌનું કલ્યાણ કરે છે. શ્રી રામના આશીર્વાદ સૌ ઉપર બની રહેશેમ અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણના ભૂમિપૂજન માટે મારા સલિલ સિંદ્યલ તેમના પત્ની મધુ અને તેમનો દીકરો મયંક પણ હાજર રહેવાના છે. સલિલ સિંદ્યલ વિશ્વ હિન્દૂ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ અને અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલનના પ્રભારી અશોક સિંદ્યલના ભત્રીજા છે.

 અયોધ્યામાં આજના ભૂમિપૂજન માહોલ અંગે સલિલ સિંદ્યલ કહે છે કે આ જે માહોલ બની ગયો છે તેને જોઈને કાકા અશોક સિંદ્યલ ખુબ યાદ આવે છે કારણકે આ બધું તેમના લીધે શકય બન્યું છે. અત્યંત ભાવુક ઘડી છે અમારા માટેમ કાકાને જયારથી સમજણાં થયા ત્યારથી કાકાને રામમંદિર નિર્માણ માટે જનજાગરણ માટે કામ કરતા જોયા છે. રામમંદિર નિર્માણ માટે ૧૯૮૦ પહેલાની ઈચ્છા હતી તેમના મનમાં મંદિર બનાવવા અંગે સ્પષ્ટતા પહેલે થી જ હતી. તેમને દેશ અને સમાજને હિન્દુત્વ એટલે શું તેની સાચી સાંજ આપી હતી મર્યાદા પુરુષોત્ત્।મ શ્રી રામ પાસેથી બધાએ પ્રેરણા લીધી તે જ બહુ મોટી વાત છે.

 શ્રીરામજન્મભૂમિ મંદિર આંદોલન વખતનું સ્મરણ યાદ કરતા સલિલ સિંદ્યલ કહે છે કે રાજનીતિ સાથેની વાત  ત્યારે કરવી અયોગ્ય છે પણ જયારે કાકા ઉદયપુર આવતા ત્યારે મંદિર નિર્માણ માટેની અનેક યોજનાઓ તેમના મગજમાં હતી જે અમને કહેતા અને આથી જ મારા નાના ભાઈ અરવિંદ સિંદ્યલને મંદિર નિર્માણ માટે પથ્થર ગોતવા સિરોહી સુધી નીકળી પડતામ મંદિર નિર્માણમાં જે એટલો સમય લાગ્યો છે તે એમ તો ન કહી શકાય કે વધુ સમય લાગ્યો છે પણ કાયદાનું પૂરું માન જાળવીને તે આધારે જ મંદિર નિર્માણનો આ નિર્ણય લેવાયો છે આ ટકે શોક સિંદ્યલ મારા કાકાની એક યાદ આવે છે '' ધૈર્ય રાખો ભગવાન શ્રી રામના આશીર્વાદથી બધું સારું થશે '' મંદિર નિર્માણને કોઈ જીત કે હારના સ્વરૂપે ન જોવું જોઈએ.

(4:42 pm IST)