Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અમેરિકા અને નેધરલેન્ડની ચલણી નોટ પર બિરાજમાન છે પ્રભુ રામ

નવી દિલ્હી,તા. ૫: ભારત જ નહીં દુનિયામાં એવા અનેક દેશો છે જયાં રામ નામની ગુંજ જોવા મળે છે. સદીઓની લાંબી રાહ બાદ અયોધ્યા રામજન્મભૂમિ પર રામ મંદિરના નિર્માણ માટે તૈયાર છે. આજે નરેન્દ્રભાઈએ મંદિરની પહેલી ઈંટ મુકી ભૂમિ પૂજન કરેલ. પણ તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકા અને નેધરલેન્ડમાં ભગવાન રામની કરન્સી ચાલે છે. રામ નામવાળી કરન્સીની નોટ નેધરલેન્ડ અને અમેરિકામાં ઉપયોગમાં લેવાય છે. આ નોટો પર ભગવાન રામનો ફોટો છે.

જેને લોકો બેંકમાં જઈને યુરો કે ડોલરમાં કન્વર્ટ કરી શકે છે. જોકે નોટોને અહીં સત્ત્।ાવાર રીતે મુદ્રા માનવામાં નથી આવતી પરંતુ આ એક ખાસ સર્કલમાં વપરાય છે અને અમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.

અમેરિકાના આયોવા સ્ટેટની એક સોસાયટીની અંદર આ મુદ્રા ચાલે છે. અહીં અમેરિકન ઈન્ડિયન જનજાતિ આયવેના લોકો વસે છે. અમેરિકાની આ સોસાયટીના લોકો મહર્ષિ મહેશ યોગીને માને છે. મહર્ષિ વૈદિક સિટીમાં વસેલા તેમના અનુયાયી કામોના બદલે આ મુદ્રામાં લેવળદેવળ કરે છે. વર્ષ ૨૦૦૨માં ધ ગ્લોબલ કન્ટ્રી ઓફ વર્લ્ડ પીસ નામની એક સંસ્થાએ આ મુદ્વાને જારી કરી અને સમર્થકોને આપી હતી.ઙ્ગ

એક રામ મુદ્રાની કિંમત ૧૦ અમેરિકન ડોલર નક્કી કરવામાં આવી છે. આ રીતે ૩ નોટોનું મુદ્રણ કરવામા આવ્યું છે . જે નોટો પર ૧ રામ તેનું મૂલ્ય ૧૦ ડોલર, જેના પર ૨ રામ તે ૨૦ ડોલર અને જેના પર ૩ રામ તેની કિંમત ૨૦ અમેરિકન ડોલર બરાબર છે. આશ્રમની અંદર આનો ઉપયોગ અંદરો અંદર કરવામાં આવે છે. આશ્રમની બહાર જઈ તેને ડોલરમાં કન્વર્ડ કરાવી શકાય છે.

નેધરલેન્ડમાં રામ મુદ્રાને કાયદેસરની માન્યતા મળી છે. અહીં રામની તસવીરના બદલે ૧૦ યુરો મળે છે. મીડિયાના એક રિપોર્ટ મુજબ ડચ સેન્ટ્રલ બેંકના જણાવ્યાનુંસાર આ સમયે નેધરલેન્ડમાં ૧ લાખ મુદ્રા ચલણમાં છે. જેને લોકો બેંકમાં જઈને યુરોમાં કન્વર્ટ કરી શકે છે.

(3:46 pm IST)