Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

આર્મી- આરોગ્ય અને અર્થતંત્ર ઉપર ત્રિવિધ જોખમઃ મનમોહન

લોકોમાં વિશ્વાસ સર્જાય તેવા પગલા તાબડતોળ ભરવા જરૂરી

નવી દિલ્હી, તા.૪ : કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ વડાપ્રધાન તેમજ વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહન સિંહે દેશની વર્તમાન પરિસ્થિતિ પર પોતાનું બયાન આપીને એમ કહ્યું છે કે, દેશની સામે અત્યારે મિલેટ્રી, આરોગ્ય અને અર્થતંત્ર મળીને ત્રિવિધ પડકારો ઊભા થયા છે.

એમણે કેન્દ્ર સરકારને એવું સૂચન કર્યું છે કે, આવી ભયંકર અને જોખમથી ભરેલી સ્થિતિ વચ્ચે લોકોમાં વિશ્વાસ પેદા થાય તેવા પગલાં સરકારે તાબડતોબ લેવા જોઈએ.

તેમણે કહ્યું છે કે, આજે દેશના જરૂરિયાત મંદ લોકોનો વર્ગ બહુ જ મોટો છે અને આ લોકોને સરકારે રોકડ મદદ કરવી જોઈએ અને એમના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા જોઈએ. અત્યારે આ કામ જ સૌથી વધુ અગત્યનું છે.

મનમોહન સિંહે કહ્યું છે કે,બેંકિંગ સેક્ટરમાં તેમજ બિઝનેસ વર્તુળોમાં બિઝનેસમેનો અને આમ જનતાનો વિશ્વાસ વધવો જોઈએ.

અત્યારે લોકો દરેક લોકો ભયભીત દેખાઈ રહ્યા છે અને એમને કોઈપણ સેક્ટરમાં ભરોસો રહ્યો નથી. જે હાલની સરકારની નિષ્ફળતા છે.

તેમણે કહ્યું કે, અત્યારે દેશની હાલત એવી છે કે રીતેને નાણાકીય તેને તંગીમાં રહેવું પોસાય એમ નથી અને કોઇ નાણાકીય નિયંત્રણ વ્યાજબી નથી ત્યારે સરકારે હવે મોટી માત્રામાં કરજ લેવું જરૂરી છે. સરકારી ખર્ચ ઓછા કરવાની જરૂર છે અને આવા કપરા સમયમાં નબળા વર્ગના લોકોના ખાતામાં ડાયરેકટ રોકડ રકમ ટ્રાન્સફર કરીને તેમને સધિયારો આપવાની જરૂર છે.

(3:35 pm IST)