Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનમાં નરેન્દ્રભાઇનો ધોતી-કુર્તામાં જોવા મળ્યો ખાસ અંદાજ

નવી દિલ્હી તા. પ :.. આજના ઐતિહાસિક દિવસે પીએમ મોદીએ પારંપરિક ધોતી કુર્તો પહેરવાનું પસંદ કર્યુ છે. પીએમ મોદીએ ગોલ્ડન યલો રંગનો કુર્તો પહેર્યો છે. ધાર્મિક કાર્યોમાં પીળો રંગ ઘણો શુભ માનવામાં આવે છે.

રામલલાની પૂજા માટે પીએમ મોદીએ ખાસ પારંપરિક પીતાંબરી ધોતી અને સોનેરી કુર્તો પસંદ કર્યો છે. હિંદુ ધર્મમાં કોઇ પણ પુજા પાઠ માટે આને ખૂબ પવિત્ર માનવામાં આવે છે.

પીએમ મોદીએ આજે અયોધ્યામાં રામ જન્મભૂમિનું પૂજન કરેલ. મોદી અગાઉ પણ દેશ-વિદેશના કેટલાય ધાર્મિક સ્થળ પર જઇ ચૂકયા છે. પીએમ મોદી જયારે પણ  મંદિર દર્શન માટે જાય છે. ઘણીવાર પારંપરિક પરિધાનને જ પ્રાથમિકતા આપે છે. આ સાથે જ તેમના વસ્ત્રોમાં સ્થાનિક સંસ્કૃતિની છાપ પણ જોવા મળે છે.

(3:22 pm IST)