Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રામ સબ કે હૈ, સબ મૈ હૈ... 'ભય બિનુ હોઇ ન પ્રીતિ'

રામ મંદિર અનંતકાળ સુધી માનવતાને પ્રેરણા આપતુ રહેશે

શ્રીરામની અદ્ભૂત શકિત, ઇમારતો તૂટી પણ ન મિટયુ અસ્તિત્વ : રામભકતોના ત્યાગ - બલિદાન - સંઘર્ષની અગ્નિપરીક્ષા પૂરી થઇ : આજે સમગ્ર વિશ્વમાં સિયારામની ગુંજ : આજે કરોડો લોકોને સુખદ અનુભૂતિ થઇ છે : આપણે જેટલા તાકાતવર બનશું એટલી જ શાંતિ રહેશે

અયોધ્યા તા. ૫ : પીએમ નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં લાંબા સમયથી રામમંદિર નિર્માણનો પાયો રાખવામાં આવ્યો. મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ ચાંદીની ઇંટ રાખ્યા બાદ પીએમે કહ્યું કે, આજે કરોડો ભારતીયોની ઇચ્છા, આશા, પૂરી થઇ છે. આજના આ પવિત્ર અવસર પર દરેકને કોટિ-કોટિ વંદન કર્યા છે. પીએમ મોદીએ તેમનું સંબોધન જય સિયારામના નારા સાથે શરૂ કર્યું હતું. પીએમ મોદીએ સમગ્ર વિશ્વના રામભકતોને કોટિ-કોટિ અભિનંદન આપ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, રામ દરેકના છે અને બધાના હૃદયમાં વસેલા છે. રામમંદિર અનંતકાળ સુધી માનવતાને પ્રેરણા આપશે.

પીએમ મોદીએ કહ્યું કે, 'મારૃં સૌભાગ્ય છે કે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મને આમંત્રિત કર્યું છે. આ ઐતિહાસિક પળના સાક્ષી બનવાનો મને અવસર મળ્યો છે હું તેના માટે હૃદયપૂર્વક શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો આભાર વ્યકત કરૃં છું. વર્ષોથી રામલલ્લા ટેન્ટમાં રહેતા હતા પરંતુ હવે ભવ્ય મંદિરનું નિર્માણ થશે.'

વધુમાં ઉમેર્યું કે, મિટાવવાના પ્રયાસો થયા પણ રામ આપણા મનમાં વસે છે. તૂટવું અને ફરી નિર્માણ થવું સદીઓથી ચાલી રહેલા આ ક્રમથી રામ જન્મભૂમિને આજે મુકિત મળી છે. સમગ્ર દેશ રોમાંચિત છે. દરેક મન દીપમય છે. સદીઓની રાહ આજે સમાપ્ત થઇ રહી છે.

વધુમાં ઉમેર્યું કે, અમારી સ્વતંત્રતા આંદોલનના સમયે અનેક - અનેક પેઢીઓએ તેમનું સર્વસ્વ સમર્પિત કરી દીધુ હતું. ગુલામીના કાલખંડમાં કોઇ એવો સમય નથી. જ્યારે આઝાદી માટે આંદોલન ચાલ્યું ન હોય દેશનો કોઇ ભાગ એવો નથી જ્યાં આઝાદી માટે બલિદાન આપવામાં આવ્યું ન હોય.

વધુમાં ઉમેર્યું કે, રામમંદિર માટે ચાલી રહેલા આંદોલનમાં અર્પણ પણ હતું, તર્પણ પણ હતું, સંઘર્ષ પણ હતો, સંકલ્પ પણ હતો. જેના ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી આજે આ સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે જેની તપસ્યા રામમંદિરમાં નીંવ સમાન જોડાયેલી છે, હું તે દરેકને આજે ૧૩૦ કરોડ દેશવાસીઓ તરફથી નમન કરૃં છું. પીએમે કહ્યું કે, રામ અમારા મનમાં વસેલા છે.

રામ આપણા મનમાં છે, આપણી અંદર ભળી ગયા છે. જો આપણે કોઈ કામ કરવા માંગતા હો, તો આપણે પ્રેરણા માટે ભગવાન રામની રાહ જોઈએ છીએ. ભગવાન રામની અદભૂત શકિત જુઓ. મકાનો નાશ પામ્યા, અસ્તિત્વને નાબૂદ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ રામ આજે પણ આપણા સંસ્કારનો આધાર છે, તે આપણા મનમાં છે. શ્રી રામ એ ભારતનું ગૌરવ છે, શ્રી રામ એ મર્યાદા પુરૂષોત્તમ છે.

આજે દેશના લોકોના સહયોગથી રામ મંદિરનું નિર્માણ શરૂ થયું છે, જેમ રામ પથ્થર પર શ્રી રામ લખીને રામ સેતુ બનાવવામાં આવ્યા હતા, તે જ રીતે ઘરે ઘરેથી આવેલ પત્થરો શ્રદ્ઘાનો સ્રોત બની ગયા છે. આ ન તો ભૂતકાળ છે કે ન ભવિષ્ય છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતની આ શકિત આખા વિશ્વ માટે અભ્યાસનો વિષય છે

આઝાદીની જેમ રામ મંદિર માટે અનેક-અનેક સદીઓ સુધી અનેક પેઢીઓએ અખંડ, એકનિષ્ઠ પ્રયાસ કર્યો છે. આજનો દિવસ એ સંકલ્પ, દર્દ અને પ્રેમનો પ્રતિક છે. રામઙ્ગમંદિરના આંદોલનમાં અર્પણ પણ હતું અને તર્પણ પણ. સંઘર્ણ પણ હતું અને સંકલ્પ પણ. જેમના ત્યાગ, બલિદાન અને સંઘર્ષને કારણે આ સપનું સાકાર થયું છે.ઙ્ગએ તમામ લોકોને હું શીશ ઝુકાવીને નમન કરૃં છું.ઙ્ગતમે ભગવાન રામની શકિત જુઓ. અસ્તિત્વ મટાડવા અનેક પ્રયાસો થયા. પણ આજે પણ રામ આપણા મનમાં વસ્યા છે. આપણી સંસ્કૃતિના આધાર છે. ભારતની મર્યાદા છે. શ્રી રામ મર્યાદાપુરૂષોત્તમ છે.ઙ્ગઆ મંદિર બન્યા બાદ મંદિરની ભવ્યતા જ નહીં બદલાઈ, પણ આ ક્ષેત્રની અર્થવ્યવસ્થા બદલાઈ જશે. અને દરેક ક્ષેત્રમાં અવસર વધશે. સમગ્ર દુનિયાથી લોકો અહીં દર્શન કરવા આવશે. રામ મંદિરના નિર્માણની આ પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાની પ્રક્રિયા છે.ઙ્ગઆ મંદિરની સાથે ન ફકત નવો ઈતિહાસ જ નથી રચાઈ રહ્યો, પણ ઈતિહાસનું પુનરાવર્તન પણ થઈ રહ્યું છે. આજે દેશભરનાં લોકોનાં સહયોગથી રામ મંદિર નિર્માણનું આ પુણ્ય કાર્ય શરૂ થયું છે. પથ્થરો પર શ્રી રામ લખીને રામ સેતુ બનાવવામાં આવ્યો તે જ રીતે, ઘર ઘરથી, ગામ ગામથી શ્રદ્ઘાપુર્વક શીલાઓ અહીં ઉર્જાનું પ્રતિક બની ગઈ છે.

રામમંદિર નિર્માણની પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનો મહોત્સવ છે. તે નરને નારાયણ સાથે જોડવાનો ઉપક્રમ છે. આજે આ ઐતિહાસિક પળ યુગો-યુગો સુધી ભારતની કિર્તી લહેરાવશે. રામમંદિર ન્યાય પ્રિય ભારતની એક અનુપમ ભેટ છે. કળયુગમાં રક્ષાની જવાબદારી હનુમાનની છે તેના જ આશિર્વાદથી રામમંદિરનું ભૂમિપૂજન થયું.

કોરોનાના કારણે બનેલી સ્થિતિના કારણે ભૂમિપૂજનનો આ કાર્યક્રમ અનેક મર્યાદાઓ વચ્ચે થઇ રહ્યો છે. શ્રીરામના કામમાં જેવી રીતે મર્યાદા રાખવાની હોય છે તે જ રીતે દેશે ઉદાહરણ રજૂ કર્યું છે. આ જ મર્યાદાનો અનુભવ આપણે ત્યારે પણ કર્યો જ્યારે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. તે સમયે પણ દેશવાસીઓએ શાંતિની સાથે દરેકની ભાવનાઓનું ખ્યાલ રાખીને વ્યવહાર કર્યો હતો. આજે પણ અમે દરેક જગ્યાએ તે જ મર્યાદા જોઇ રહ્યા છીએ.

(3:20 pm IST)