Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પોર્ટલમાં સુધારાના અભાવે લોકડાઉનના વ્યવહારોની ક્રેડિટ મેળવવામાં હાલાકી

જૂના સ્ટોકનો લાભ ન મળે, અન્ય વેપારીઓને પણ મુશ્કેલી : નામ, ભાગીદારી, રજીસ્ટ્રેશનના સુધારાની અરજી તા. ૨૯ જૂન સુધી કરવાની મંજૂરી

મુંબઇ,તા.૫: કોરોના વકરવાને પગલે લોકડાઉન અમલી બનતાં રાજય સરકારે તા. ર૪ માર્ચ, ૨૦૨૦થી તા. ૨૯ જૂન ૨૦૨૦ સુધીમાં વેપારીઓને નામમાં સુધારો કરવા, ભાગીદારી છૂટી થઈ હોય. માલિકી બદલાઈ હોય, અપીલની અરજી કરવાની મુદત, નવા રજિસ્ટ્રેશન માટે અરજી વગેરે જેમાં સુધારા- ફેરફાર રેકિટફિકેશન માટેની મંજૂરી આપી હતી. સરકારની આ જાહેરાત મુજબ જીએસટી પોર્ટલમાં સુધારો-અપડેટ ન થવાતી વેપારીને તા. ૩૦ જૂન, ૨૦૨૦ પછી નવી નોંધણી, નામ, વગેરે સુધારા કરી અપાય છે. પરંતુ લોકડાઉનના સમયગાળા દરમિયાન એટલે કે પશ્ચ દિવર્તી અસરથી અમલ નહીં થવાને કારણે વેપારીઓને ધંધાના જૂનો સ્ટોક, જીએસટી ક્રેડિટના લાભ, અપીલ ઇ ફેકટ, વગેરેનો લાભ મળતો ન હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. લોકડાઉન દરમિયાન સમગ તંત્ર ઠપ હતું અને વેપારીઓ કોઈપણ પ્રકારના સુધારા કે ફેરફાર માટે અરજી કરી શકતા નહોતા. લોકડાઉન દરમિયાન રજિસ્ટ્રેશન, નામમાં ફેરફાર, વગેરેની મુદત પૂરી થતી હોય તે તમામ વેપારી તા. ર૯ જૂન એટલે કે, તા. ૩૦ જૂન, ર૦૨૦ના રોજ અરજી કરશે તો તે વિલંબ ગણાશે નહીં, તેવી સરકારે જાહેરાત કરી હતી.

પરંતુ જીએસટી પોર્ટલ પર તે મુજબ પશ્ચાદવર્તી અસરથી ફેરફાર રેકિટફિકેશનનો લાભ અપાતો નથી અને વેપારી જે તારીખે એટલે કે તા. ૩૦ જૂન, ૨૦૨૦ના રોજ અરજી કરે તે દિવસથી સુધારાની ઇફેકટ અપાય છે. સરકારી પોર્ટલમાં જરૂરી સુધારા કરવા જોઈએ. લોકડાઉન દરમિયાન કોઈ વેપારીએ પીપીઈ કિટ, સેનિટાઇઝર, માસ્ક વગેરે જેવી ચીજવસ્તુનું વેચાણ કર્યું  હોય તો તે અંગેના વ્યવહારોને ધ્યાનમાં લેવામાં આવતા નથી.

જેના કારણે આ વેપારીને તથા તેની સાથે વ્યવહારો કરનાર અન્ય વેપારીઓને પણ જીએસટી ક્રેડિટના લાભ, ધંધાનો સ્ટોક, વગેરેનો લાભ મળી શકતો નથી. સરકારે લોકડાઉનમાં મુદત પૂરી થતી હોય તેવા વેપારીઓને છૂટછાટ આપી, પરંતુ પોર્ટલમાં જરૂરી સુધારા નહીં કરવાને કારણે વેપારીઓને પશ્ચાદવર્તી અસરના વ્યવહારોનો કોઈ લાભ મળતો ન હોવાથી વેપારીઓ પરેશાન થઈ ગયા છે અને લોકડાઉન દરમિયાન વ્યવહારોનો ટેકસ જીએસટી ભરવો હોય તો તે ભરી શકે, ક્રેડિટ ન મેળવી શકે તેમજ અન્ય વેપારીઓને પણ તેનો લાભ મળી શકે નહીં. આમ, સરકારે પોર્ટલમાં સુધારો કરવો જોઈએ, તેવું વેપારીઓનું માનવું છે.

(2:48 pm IST)