Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

શહેરમાં બપોર સુધીમાં નવા ૩૧ કેસઃ કુલ આંક ૧૪૭૦

ગઇકાલે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૯૦ દર્દીઓને હોસ્પિટલ માંથી રજા આપતા કુલ ડિસ્ચાર્જનો આંક ૭૧૩ થયોઃ શહેરનો રિકવરી રેટ ૪૮.૫૦ટકા

રાજકોટ,તા.૫: શહેરમાં આજ બપોર સુધીમાં વધુ ૩૧  રિપોર્ટ પોઝિટિવ આવતા  કુલ કેસ ૧૪૭૦ થયો છે. આજદિન સુધીમાં કુલ ૭૧૩ દર્દીઓ સજા થયા છે. શહેરનો કુલ રિકવરી રેટ ૪૮.૫૦ ટકા થયો છે.

આ અંગે મ્યુ.કર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા.૫ ઓગ્સ્ટનાં બપોરે ૧૨વાગ્યા સુધીમાં કુલ ૩૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.શહેરનો કુલ આંક ૧૪૭૦ થયો છે.

ગઇકાલે કુલ ૪૦૭ સેમ્પલ પૈકી ૬૧ રિપોર્ટ પોઝિટિવ આવતા પોઝિીટિવ રેટ ૧૪.૯૮  ટકા થયો છે.ગઇકાલે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૯૦ દર્દીઓ સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ શહેરીજનોને રાહતનો શ્વાસ લીધો હતો.

શહેરમાં આજ દિન સુધીમાં કુલ ૧૧,૮૬૯ સેમ્પલ લેવાયા છે. જેમાં ૧૪૭૦ પોઝિટિવ કેસ સાથે પોઝિટિવ રેટ ૧૨.૩૮ ટકા થયો છે. આજ સુધીમાં કુલ ૭૧૩ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૪૮.૫૦ થયો છે.

(4:22 pm IST)