Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

MBBSમાં દરેક બેચની પરીક્ષા ફરજિયાત : પરીક્ષા વિના હવે નહીં થઇ શકાય ડોક્ટર: MCI ની ગાઈડલાઈન જાહેર

કોઈ પણ વર્ષની બેચ પરીક્ષા વગર કોર્સમાં આગળ જઈ નહી શકે: પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષકોની હાજરી મુદ્દે ખાસ છુટછાટો અપાઈ

નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે મેડિકલના વિદ્યાર્થીઓ પરીક્ષા બાબતે ઘણા સમયથી MCIની ગાઈડલાઈનની રાહ જોવાતી હતી ત્યારે અંતે MCI દ્વારા ગાઈડલાઈન જાહેર કરી દેવાઈ છે અને જેમાં સ્પષ્ટ કરવામા આવ્યુ છે કે એમબીબીએસના દરેક વર્ષના વિદ્યાર્થીઓની ફરીક્ષા ફરજીયાત લેવાની રહેશે ,કોઈ પણ વર્ષની બેચ પરીક્ષા વગર કોર્સમાં આગળ જઈ નહી શકે.આ ઉપરાંત એમસીઆઈ દ્વારા પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષકોની હાજરી મુદ્દે ખાસ છુટછાટો આપવામા આવી છે.

દેશભરની યુનિ.ઓમાં એમબીબીએસના વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનામા કઈ રીતે લેવી ,શું શું રાહત આપવી તેમજ મેડિકલ કોલેજો ક્યારથી અને કઈ રીતે ખોલવી તે સહિતના તમામ મુદ્દે તાજેતરમાં એમસીઆઈ દ્વારા યુનિ.ઓના કુલપતિઓની ઓનલાઈન મીટિંગ મળી હતી.આ મીટિંગ બાદ એમસીઆઈ દ્વારા આજે પરીક્ષાઓ લેવા મુદ્દે અને પરીક્ષકો તેમજ પરીક્ષા પદ્ધતિને લઈને ગાઈડલાઈન જાહેર કરવામા આવી છે. જે મુજબ એમસીઆઈએ સ્પષ્ટ કરી દીધુ છે કે એમબીબીએસ કોર્સમા દરેક બેચની પરીક્ષા લેવાવી જોઈએ,કોઈ પણ બેચ પરીક્ષા વગર કોર્સમાં આગળ ન જાય. જ્યારે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો બાકી કોર્સ (પ્રેક્ટિકલ સહિત) પુરો કર્યા બાદ તેઓની પરીક્ષા લેવા બાબતે પ્રાથમિકતા અપાય.કોલેજો શરૂ થયાના બે મહિનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો કોર્સ પુરી કરી તેના એક મહિના બાદ યુનિ.પરીક્ષા લેવામા આવે.

જ્યારે એમબીબીએસની પેન્ડિંગ સપ્લિમેન્ટરી એક્ઝામમાં કોર્સ પુરો થઈ ગયો હોય આ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવા માટે કોલેજો શરૂ કરવાની રાહ ન જોવાય,પરીક્ષા તાકીદે લેવામા આવે. જ્યારે એમબીબીએસના બીજા વર્ષના પાર્ટ -1ના અને ત્રીજા વર્ષના પાર્ટ -1ના વિદ્યાર્થીઓની પરીક્ષા તથા ફાઈનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા કોલેજો ફરી ખુલવા પર નિર્ભર છે. આ વિદ્યાર્થીઓ પરીક્ષા નિયત સમયથી બેથીત્રણ મહિના મોડી લઈ શકાય છે.

એમસીઆઈ દ્વારા પીજી ફાઈનલ અને એમબીબીએસની પરીક્ષાઓ ખાસ રાહતો અપાઈ છે.જે મુજબ યુનિ.પરીક્ષામાં એકસ્ટર્નલ એક્ઝામિનર્સ રાખવાના નિયમમાં જો યુનિ.ઓને કોરોનાની હાલની સ્થિતિમાં રાજ્ય બહારથી ઉપલબ્ધ ન થઈ શકે તો બહારના પરીક્ષકો રાજ્યની જ અન્ય કોઈ યુનિ.માંથી સીલેકટ કરી રાખી શકાય છે. પરંતુ તેઓની રૂબરૂ હાજરી પરીક્ષા સ્થળે જરૂરી છે. જો પરિસ્થિતિ વધુ ખરાબ હોય અને આ શક્ય ન બને તો અન્ય યુનિ.માંથી બોલાવેલ અડધા પરીક્ષકોની રૂબરૂ હાજરીને બદલે તેઓની વીડિયો કોન્ફરન્સિંગથી હાજરી માન્ય ગણાશે.

જો કોરોનાની પેન્ડેમિક સ્થિતિમાં બંને વિકલ્પો શક્ય ન હોય તો અન્ય બે જુદી જુદી યુનિ.ઓના તમામ એક્સટર્નલ એક્ઝામિનર્સ રૂબરૂ હાજરીને બદલે વીડિયો કાન્ફરન્સિંગથી પણ માન્ય ગણાશે. જ્યારે પ્રેક્ટિકલ પરીક્ષામાં કોવિડ-19ની સ્થિતિને ધ્યાને રાખતા કોલેજો વૈક્લ્પિક પદ્દતિ અપનાવી શકે. જેમાં ઓએસીઈ-ઓએસપીઈ, સિમ્યુલટેશન્સ,કેસ સિનારીઓ વગેરે દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા લઈ શકાય.

(1:51 pm IST)