Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સર્વિસ સેક્ટરમાં અમેરિકન ફર્સ્ટનો નવો નિયમ ભારતીય કંપનીઓને બહુ અસર નહીં કરે : સ્થાનિક સરકારી ગ્રાહકો માટે અમેરિકન નાગરિકોની સેવા લેવાનું અમલમાં જ હતું : એચ-1બી વિઝાધારકોને તકલીફ નહીં પડે : નિષ્ણાતોનો અભિપ્રાય

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તાજેતરમાં અમલી બનાવેલા નવા નિયમ મુજબ ફેડરલ સરકાર સર્વિસ સેક્ટરમાં અમેરિકન ફર્સ્ટનો નિયમ અમલી કરશે
આ નવા નિયમની જોકે ભારતીય કંપનીઓ ઉપર ખાસ અસર નહીં પડે તેવો નિષ્ણાતોનો અભિપ્રાય છે.તેઓના મતે લેથોરા રૂલ્સ મુજબ  ભારતીય કંપનીઓ સરકારી ગ્રાહકો માટે અમેરિકન નાગરિકોની જ મોટાભાગે સેવાઓ લઇ રહી છે.તેથી એચ-1બી વિઝાધારકોને તકલીફ નહીં પડે
ઉલ્લેખનીય છે કે હાલમાં અમેરિકામાં 583,420 જેટલા H-1B વિઝાધારકો છે.જે પૈકી માત્ર 2 હજાર વિઝાધારકોની જ ફેડરલ એજન્સી દ્વારા સેવાઓ લેવાઈ રહી છે.

(1:28 pm IST)