Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સોના ચાંદીમાં આગઝરતી તેજી : સોનાનો ભાવ 55 હજારને પાર પહોંચ્યો : ચાંદી 70 હજારની નજીક

બંને કિંમતી ધાતુમાં એકધારો વધારો : ઝવેરીબજાર સ્તબ્ધ : રોજ નવા રેકોર્ડબ્રેક ભાવ સપાટી

રાજકોટ : સોના ચાંદીમાં આગઝરતી તેજી જોવાઈ છે સોનાના ભાવે છેલ્લા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 10 ગ્રામ સોનાની કિંમત 54,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે. MCX પર ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી. ચાંદી 6 ટકા તેજી સાથે 69,999 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી છે.

જાણકારોનું કહેવું છે કે વિદેશી બજારમાં પહેલીવાર સોનાના ભાવ 2000 ડોલર પ્રતિ ઔંસ પાર કરી ચૂક્યો છે. વિદેશી બજારમાં લગભગ 30 ડોલરનો ઉછાળો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં પણ ચમક જોવા મળી રહી છે. અહીં કિંમત 7 ટકા વધી છે. આ મામલે જાણકારોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકી ડોલર નબળો પડવાના કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો એક મોટું કારણ છે. આ ઉપરાંત બજારના ઉતાર ચઢાવ વચ્ચે સોના ચાંદીને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.

(1:12 pm IST)