Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

મંદીના માહોલ વચ્ચે આઇઆઇટીના વિદ્યાર્થીઓની ડીમાન્ડ નીકળી પડી

૫૯ લાખ રૂપિયા સુધીની નોકરીઓની ઓફરો થઇ રહી છે : કેમ્પસ પ્લેસમેન્ટમાં અત્યાર સુધીના જુના તમામ રેકોર્ડ તુટી ગયા : મદ્રાસ, દિલ્હી, પટણામાં ખુબ સારૂ પ્રદર્શન : પ્રિ-પ્લેસમેન્ટ ઓફરો પણ થવા લાગી : ૧૧૦ કંપનીઓ મેદાનમાં

નવી દિલ્હી તા. ૫ : ચેન્નઇ દેશભરમાં કોરોના સંક્રમણને કારણે લોકડાઉનની સ્થિતીમાં આર્થિક મંદીનો સામનો કરી રહ્યુ છે. તેમછતા આઇઆઇટીમાં બમ્પર કેમ્પસ પ્લેસમેન્ટ થઇ રહ્યુ છે. કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓને ૫૯ લાખરૂપિયા સુધીની નોકરીઓ ઓફર થઇ રહી છે.

વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિમાના બળ ઉપર કેમ્પસ, ઓફ કેમ્પસ અને ઇન્ટરનેશનલ ઓફીર્સના જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

દેશની કેટલીક આઇઆઇટી સંસ્થાઓ મદ્રાસ, દિલ્હી અને પટણાએ પ્લેસમેન્ટમાં ખુબ સારૂ પ્રદર્શન કર્યુ. કોવિડ-૧૯ માં સર્જાયેલ સ્થિતી છતા ભારતીય પ્રૌદ્યોગીક સંસ્થાન દિલ્હીએ પ્લેસમેન્ટના પોતાના જુના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.

સત્ર ૨૦૧૯-૨૦ માં વિગત વર્ષની અપેક્ષાએ ૪ ટકા વધુ પ્લેસમેન્ટ થયુ છે. આ પહેલા આર્થિક મંદિના કારણે કેટલીએ કંપનીઓએ પોતાની ઓફર પાછી ખેંચી લીધી હતી.

આઇઆઇટી-આઇએએસ ધનબાદના ૨૦૨૧ બેચના વિદ્યાર્થી ભાઇ બહેનોને જુલાઇથી જ નોકરી માટે પીપીઓ (પ્રિ પ્લેસમેન્ટ ઓફર) મળવાનું શરૂ થઇ ગયેલ. અમેજન કંપનીએ ૧૬ યુવા ઉમેદવારોની પસંદગી કરી પીપીઓની ઘોષણા કરી છે. જેમાં મૈથ એંન્ડ કમ્પ્યુટીંગ, કમ્પ્યુટર સાયન્સ એન્જીનીયરીંગ, ડઠયુઅલ ડીગ્રી કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

અત્યાર સુધી ૨૭ છાત્રોને ઓફર મળવાની વાત કરવામાં આવી રહી છે. એ સિવાય દેશના અન્ય આઇઆઇટીમાં પણ આવી જ રીતે પ્લેસમેન્ટ ડ્રાઇવ ચાલી રહી છે.

આઇઆઇટી મદ્રાસમાં અંદાજે ૨૪ નોકરી ઓફર થઇ. આ વર્ષે સંસ્થાને સ્ટુડન્ટસને ૯૨૪ નોકરી ઓફર કરી. જેમાં ૨૪૧ યુજી સ્ટુડન્સ, ર ડીગ્રી વાળા ૨૨૧ અને પીજીના ૩૩૬ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

એકલા પટણાની વાત કરીએ તો કેમ્પસ પસંદગીમાં ૯.૨૭% વૃધ્ધિ થઇ છે. અહીં પીએસયુ ઉમેરીને કુલ ૧૧૦ કંપનીઓએ સંસ્થાનના છાત્રોનો નોકરી ઓફર કરી છે. માત્ર એમટેકના છાત્રોને પસંદગીમાં આશ્યર્ચજનક રીતે ૩૦% નો વધારો નોંધવામાં આવ્યો છે. બીટેક એમટેકમાં આ રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે.

(1:01 pm IST)