Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રામ મંદિર મુદે કોંગ્રેસની રણનીતિમાં ફેરફાર?

પક્ષની ઇમેજ બદલવાની કોશિષ

નવી દિલ્હી તા. પ :.. આને મજબુરી કહો કે સમયની માંગ, પક્ષે પોતાની રણનીતિમાં ફેરફાર કર્યા છે. રામ મંદિર પર પક્ષના સ્પષ્ટ વલણથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ આ મુદ્ે હવે ભાજપાને કોઇ તક આપવા નથી માંગતી. પક્ષના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભૂમિપૂજન માટે શુભેચ્છાઓ આપીને પક્ષના નેતાઓ અને કાર્યકરો માટે પણ લાઇન દોરી લીધી જેથી કોઇ ભ્રમમાં ન રહે.

પ્રિયંકા ગાંધીએ ભૂમિપૂજનના એક દિવસ પહેલા આપેલ બયાનના કેટલાય રાજકીય સંકેતો છે. રામ મંદિર ઉત્તર પ્રદેશના રાજકારણમાં મહત્વનો મુદ્ે રહ્યો છે.ઉપપ્રભારી હોવાના નાતે પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મુદ્ે ભાજપાને લીડ લેતા રોકવાનો પ્રયત્ન કર્યો છે. પક્ષ એવું બતાવવા ઇચ્છે છે કે રામ મંદિર ભાજપા સરકાર નહીં પણ કોર્ટના આદેશ પર બનાવાઇ રહ્યું છે. પણ તેમના આ બયાનની અસર ઉત્તર પ્રદેશમાં સીમિત નહીં રહે. આ કોંગ્રેસની વિચારધારા અને રણનીતિમાં ફેરફારનો સંકેત આપે છે. પ્રિયંકાએ આ બયાન એમને એમ નથી આપ્યું. તે પક્ષની વિચારાયેલ રણનીતિના ભાગરૂપે છે. સુત્રોનું કહેવું છે કે પ્રિયંકા ગાંધીની સાથે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના સીનીયર નેતાઓની મીટીંગમાં આ મુદ્ે ચર્ચા થઇ હતી. બધાનો મત એવો હતો કે રામ મંદિર સુપ્રિમ કોર્ટના આદેશ પછી જ બની રહ્યું છે.

(12:58 pm IST)